Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈડી આપનાર શખ્સનું નામ ખૂલ્યુંઃ
જામનગર તા. ૧૧ઃ જામજોધપુર શહેરમાં ગઈકાલે પોલીસે એક શખ્સને મોબાઈલ પર ક્રિકેટનો સટ્ટો રમતો પકડી પાડ્યો છે. આ શખ્સનો મોબાઈલ, રોકડ કબજે કરવામાં આવ્યા છે. તેણે સટ્ટો રમવા માટે આઈડી આપનાર શખ્સનો મોબાઈલ નંબર અને નામ આપ્યા છે.
જામજોધપુર શહેરમાં નગર પંચાયત કન્યા વિદ્યાલય પાસે ગઈકાલે રાત્રે જાહેરમાં ઉભા રહી પોતાના મોબાઈલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહેલા ઈમરાન અબુભાઈ બ્લોચ નામના શખ્સને જામજોધપુર પોલીસે પકડી પાડ્યો હતો.
આ શખ્સ મોબાઈલમાં એક એપ પરથી ગઈકાલની આઈપીએલની ક્રિકેટ મેચ પર રનફેર, વિકેટ સહિતના સોદા કરતો હતો. પોલીસે તેનો મોબાઈલ તથા રોકડ મળી રૃા.૧૨,૬૩૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સે એપ માટે આઈડી આપનાર રાજકોટના સિદ્ધરાજ ઉર્ફે સીધલા લોહાણાનું નામ અને મોબાઈલ નંબર આપ્યા છે. પોલીસે બંને સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial