Advertisement
Author: નોબત સમાચાર

જામનગર આઈટીઆરએમાં આયુર્વેદિક ઓપીડી

ટેન્શન-માથાના દુઃખાવા જેવા રોગો માટે

જામનગર તા. ૧૧ઃ આઈ.ટી.આર.એ.માં મૌલિક સિદ્ધાંત વિભાગ દ્વારા તણાવ (ટેન્શન) પ્રકારના માથાના દુઃખાવા માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે વિશેષ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકોમાં ઊંઘનો અભાવ તણાવ, વધુ પડતો કામનો બોજ અથવા વ્યસ્ત સમપત્રક અને સમયસર ભોજન ન કરવાનું વલણ હોય તેઓને તણાવ (ટેન્શન) પ્રકારનો માથાનો દુઃખાવો થવાનું જોખમ વધી જાય છે. તેના લક્ષણોમાં માથામાં દુઃખાવો થવો, ગરનના સ્નાયુઓ અને ખભાના સ્નાયુઓમાં દુઃખાવો થવો, પ્રકાશ અને અવાજ પ્રત્યે સંવેદનશીલતા, સતત માથામાં હળવાથી મધ્યમ દબાણ અને પીડા હોય શકે છે. આ સમસ્યા માટે આયુર્વેદ પદ્ધતિથી સારવાર માટે તા. ૧૩ થી ૧૭ મે ર૦ર૪ ના ઓ.પી.ડી. નંબર-૧૧, મૌલિક સિદ્ધાંત વિભાગ આઈ.ટી.આર.એ. હોસ્પિટલ સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, આઈ.ટી.આઈ.એ. જામનગરમાં સવારે ૯ થી ૧ર તથા સાંજે ૪ થી પ-૧પ દરમિયાન આ પ્રકારના લક્ષણો-સમસ્યાઓ ધરાવનારને વિનામૂલ્યે લાભ લેવા સંસ્થાના ડાયરેક્ટર પ્રો. વૈદ્ય, અનુપ ઠાકર દ્વારા યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh