Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃપાલાના નિવેદન અને જ્ઞાતિના સમીકરણોએ ચૂંટણી રસપ્રદ બનાવી દીધી
ખંભાળિયા તા. ૧૧ઃ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ખંભાળિયા તથા દ્વારકા વિધાનસભા ચૂંટણીમાં મતદાન થઈ ગયા પછી આંકડાના સર્વે બન્ને હરિફ પક્ષો કોંગ્રેસ તથા ભાજપ દ્વારા શરૃ થયા છે.
રૃપાલાના વિવાદ પહેલા જામનગર લોકસભા બેઠક એકદમ તોતિંગ બહુમતિથી ભાજપના પૂનમબેન હેટ્રીક કરે તેમ મનાતું હતું. એક તબક્કે કોંગ્રેસને ઉમેદવાર પણ મળતા નહતા, પણ તે પછી રૃપાલા નિવેદનનો મુદ્દો ચગતા તથા કોંગ્રેસે પ્રથમ વખત લાંબા સમયે પટેલ ઉમેદવાર ઉતારતા, આપનું સમર્થન, ક્ષત્રિય સમર્થન, ક્ષત્રિયોનું ઊંચુ મતદાન, મુસ્લિમ સમાજનું કોંગ્રેસમાં મોટા મતદાનની સ્પર્ધામાં કોંગ્રેસ આવી ગઈ છે. આ રેકોર્ડ થયો છે કે દ્વારકા-ખંભાળિયા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારે નામનો જ ખર્ચ કર્યો છે. સાહિત્ય તથા એજન્ટો પણ ક્યાંક જ ગયા છે, તે ઉમેદવાર સ્પર્ધામાં આવી ગયા છે.
જો કે પ્રતિવર્ષ દ્વારકા જિલ્લાના આહિર ગામોમાં કોંગ્રેસ-ભાજપ બન્ને આહિર હોય, ભાગ પડતા, જ્યારે આ વખતે ભજપ વન-વે છે. પટેલોના ગામમાં તેનાથી ઉલટી સ્થિતિ ક્યાંક હોય આંકડાઓ પરથી ક્યાં કેટલી લીડ, ખાધ, માર, ફાયદાના ગણિત શરૃ થઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial