Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સમસ્ત દલિત સમાજે ૫ાઠવ્યું આવેદનપત્ર
જામનગર તા. ૧૧ઃ અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે છે તેવા આક્ષેપ સાથે જામનગરના સમસ્ત દલીત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.
મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવાયું હતું. જેમાં એવી રજૂઆત કરવાામાં આવી હતી કે, તાજેતરમાં રાજકોટમાં અનુ.જાતિના બે લોકોને પોલીસે માર માર્યો હોવાથી બન્નેના કસ્ટોડીયલ ડેથ થયેલ છે.
ચોટીલા તાલુકાના રાજાવાડ ગામેના અનુ.જાતિના યુવાને જીવતો સળગાવી હત્યા કરવામાં આવી હતી.
જામનગરની નર્મદાબેને આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાથી તેને પણ માર મારવામાં આવ્યો હતો તથા યુવતી અને તેના સાસુ-સસરા અને પતિ ઉપર હુમલો કરાયો હતો.
આવા બનાવો રોકવા અને જરૃરી પગલા લેવા જોઈએ તેવી રજૂઆત-માંગણી કરવામાં આવી હતી. આ આવેદનપત્ર સમસ્ત દલીત સમાજના પ્રમુખ ગોવિંદ રાઠોડની આગેવાનીમાં પાઠવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial