Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત શિક્ષણ બોર્ડનું ૮ર.પ૬ ટકા પરિણામઃ
જામનગર તા. ૧૧ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલ ધો. ૧૦ની પરિક્ષાનું આજે પરીણામ જાહેર થયું છે. બોર્ડનું પરિણામ ૮ર.પ૬ ટકા જાહેર થયું છે. જ્યારે જામનગર જીલ્લાનું ૮ર.૩૧ ટકા અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનું ૭૯.૯૦ ટકા પરીણામ આવ્યું છે.
એ-૧માં જામનગરમાં ૬૪૦ અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧૩૭ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
ધો. ૧૦માં બોર્ડમાં ૭૦૬૩૭૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. તેમાંથી ૬૯૯૫૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી ૫૭૭પ૫૬ વિદ્યાર્થીઓ પાસ થતાં ૮ર.પ૬ ટકા બોર્ડનું પરિણામ જાહેર થયું છે. આમ આગલા વર્ષની સરખામણીએ ૧૯ ટકા જેટલું વધુ પરીણામ આવ્યું છે.
સૌથી વધુ પરીણામ ધરાવતા કેન્દ્ર દાહોદ (અમદાવાદ) ૧૦૦ ટકા સૌથી ઓછું પરિણામ કેન્દ્ર તડ (ભાવનગર) ૪૧.૧૩ ટકા, સૌથી વધુ પરિણામ ધરાવતો જીલ્લો ગાંધીનગર ૮૭.રર ટકા અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જીલ્લો પોરબંદર ૭૪.પ૭ ટકા જાહેર થયું છે.
રાજ્યમાં ૧૦૦ ટકા પરીણામ ધરાવતી શાળાની સંખ્યા ૧૩૮૯ છે. ૩૦ ટકાથી ઓછું પરિણામ વાળી ર૬૪ અને શૂન્ય ટકા પરિણામ વાળી શાળાની સંખ્યા ૭૦ છે. બોર્ડમાં કુમારોનું પરિણામ ૭૯.૧ર ટકા અને કન્યાઓનું પરિણામ ૮૬.૬૯ ટકા જાહેર થયું છે.
જામનગર જીલ્લાનું ૮ર.૩૧ ટકા પરિણામ જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૭૯.૯૦ ટકા પરિણામ જાહેર થયું છે. કેન્દ્ર પ્રમાણે પરિણામમાં ધ્રોલ કેન્દ્રનું ૯૦.૯૬ ટકા, જામજોધપુર કેન્દ્રનું ૭૬.પ૮ ટકા, જામનગર સિટી ૮૦.પ૦ ટકા, જામનગર (દિગ્વીજય)૮પ.૦૪ ટકા, કાલાવડ ૭૮.૧૬ ટકા, જોડીયા ૮પ.૩૧ ટકા, લાલપુર ૭પ.૯૯ ટકા, સિક્કા ૭ર.૮૮ ટકા અને જાંબુડા ૭૯.પ૦ ટકા તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાણવડ ૭૮.૯૩ ટકા, દ્વારકા ૬૩.૬પ ટકા, જામરાવલ ૮૮.૭પ ટકા, જામખંભાળિયા ૭૮.૪૮ ટકા, મીઠાપુર ૭૭.૧૯ ટકા, ભાટીયા ૮૩.૧૯ ટકા, કલ્યાણપુરમાં ૮૯.૭પ ટકા અને નંદાણાનું ૯૩.૩૧ ટકા પરિણામ આવ્યું છે.
જામનગરમાં એ-૧માં ૬૪૦, એ-રમાં ૧૯૯૮, બી-૧માં રપ૦૮, બી-રમાં ર૬૩૬, સી-૧માં રરર૦, સી-રમાં ૯૩૮, ડીમાં ૪૮, ઈ-૧માં શૂન્ય (ર૦ ટકા ગુણના લાભ સામે ઉર્તિણ દિવ્યાંગ વિદ્યાર્થી), ઈ-૧માં ૧૪૯૪, ઈ-રમાં ૮૬૭ મળી કુલ ૧૦૯૮૮ પાસ થતાં ૮ર.૩૮ ટકા પરિણામ આવ્યું છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એ-૧માં ૧૩૭, એ-રમાં ૮૧૬, બી-૧માં ૧ર૩૭, બી-રમાં ૧૪૮૮, સી-૧માં ૧૧૬૧, સી-રમાં ૪૯૬, ડી માં ર૪, ઈ-૧ શૂન્ય, ઈ-૧માં ૮૭ર, ઈ-રમાં ૪૬૯, મળી કુલ પર૩ર વિદ્યાર્થી પાસ થતા ૭૯.૯૦ ટકા પરિણામ આવ્યું છે.
જામનગરમાં ૧૦ ટકાથી ઓછા પરિણામ વાળી શાળાની સંખ્યા પાંચ, ૧૧ થી ર૦ ટકા સુધીનાં પરિણામ વાળી શાળા ૦, ર૧ થી ૩૦ ટકા સુધીની ૪, ૩૧ થી ૪૦ ટકા સુધીનાં પરિણામ વાળી શાળાની સંખ્યા ૧૩, ૪૧ થી પ૦ ટકા સુધીની ર૦, પ૧ થી ૬૦ વાળી ર૩, ૬૧ થી ૭૦ સુધીની ૩૦, ૭૧ થી ૮૦ સુધીની ૩૪, ૮૧ થી ૯૦ ટકા સુધીની ૬૬, ૯૧ થી ૯૯ સુધીની ૬૭ અને ૧૦૦ ટકા વાળી ર૪ શાળા છે.
તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧૦ ટકા થી ઓછા પરિણામ વાળી ર, ૧૧ થી ર૦ ટકા સુધીની શૂન્ય, ર૧ થી ૩૦ ટકા સુધીની ૪, ૩૧ થી ૪૦ -૪, ૪૧ થી પ૦ ૮, પ૧ થી ૬૦૯ વાળી ૮, ૬૧ થી ૭૦ ટકા સુધી વાળી ૧૯, ૭૧ થી ૮૦ ટકા સુધીનાં પરિણામ વાળી શાળા ૧૯, ૮૧ થી ૯૦ ટકા સુધીમાં ૩૪, ૯૧ થી ૯૯ ટકા સુધીની ૩૯ અને ૧૦૦ ટકા પરિણામ વાળી શાળાની સંખ્યા ૧૯ની છે.
આમ હાલાર સહિત સમગ્ર બોર્ડનું ઉચું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં અમારા ખંભાળીયાનાં પ્રતિનિધિનાં જણાવ્યા મુજબ ધો. ૧૦નું છેલ્લા ૩૦ વર્ષનું સૌથી વધુ પરિણામ આ વર્ષે જાહેર થયું છે.
દ્વારકા જીલ્લાની રાજપરા હાઈસ્કૂલ ધો. ૧રમાં ૧૦૦ ટકા અને ધોરણ ૧૦ નું પણ ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial