Advertisement
Author: નોબત સમાચાર

ચૌદ કરોડ ઉપરાંતની ખોટી વેરા સાખ લેવાના આરોપમાં વેપારીઓના જામીન મંજૂર

જીએસટી વિભાગે નોંધાવ્યો હતો ગુન્હોઃ

જામનગર તા. ૧૧ઃ જામનગરના બે વણિક વેપારી પિતા-પુત્ર સામે જીએસટી વિભાગે રૃા.૧૪.૧૨ કરોડની ખોટી વેરા સાખ લેવાનો આક્ષેપ મૂકી ગુન્હો નોંધાવ્યો હતો. ધરપકડ પામેલા પિતા-પુત્રને જેલહવાલે કરાયા હતા. બંનેએ જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં અરજી કરતા તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

જામનગરમાં બ્રાસ તથા મેટલ સ્ક્રેપનો વેપાર કરતા દીપેન શાહ, સ્મિત શાહની પેઢીમાં થોડા સમય પહેલાં સ્ટેટ જીએસટીની ટીમે ચકાસણી હાથ ધરી હતી. વેપારીના ધંધા તથા રહેઠાણના સ્થળે કરાયેલા ચેકીંગમાં જીએસટી વિભાગે કેટલુક સાહિત્ય કબજે કર્યા પછી રૃા.૧૪.૧૨ કરોડની ખોટી વેરા સાખ લેવામાં આવી હોવાનો આક્ષેપ મૂકી બંને સામે ગુન્હો નોંધાવાયો હતો અને બંને વેપારીની ધરપકડ કરાઈ હતી.

તે પછી આગળ વધેલી તપાસમાં રાજ્ય બહારના અમૂક વેપારી પાસેથી ખરીદી કરી દીપેન તથા સ્મિત શાહે રૃા.૧૪ કરોડ ઉપરાંતની વેરા સાખ મેળવી હોવાનું ખૂલતા જીએસટીના કાયદાની કલમ હેઠળ કાર્યવાહી આગળ વધારાઈ હતી. જેલહવાલે થયેલા વેપારી પિતા-પુત્રએ જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેઓએ જીએસટીના કાયદાની તેમની સામે નોંધાયેલી કલમનું મનસ્વી અર્થઘટન કરાયું હોવાની દલીલ કરી ઉમેર્યું હતું કે, માલની ડિલિવરી મેળવ્યા વગર ફક્ત બીલ બનાવી વેરા સાખ લેવાઈ હોય તો ગુન્હો નોંધાઈ શકે જ્યારે આ કેસમાં જીએસટી વિભાગે વેપારી પિતા-પુત્રને માલના ટ્રક રોકીને જપ્ત કર્યા છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી વેપારી પિતા, પુત્રને શરતો પર જામીનમુક્ત કર્યા છે. વેપારીઓ તરફથી વકીલ અપૂર્વ મહેતા, જયદીશ કુકડીયા, જામનગરના અલ્પેશ ઉપાધ્યાય, નિખીલ ઉપાધ્યાય રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh