Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિનો વ્યવસાય પણ ચાલતો ન હોવાની વ્યથાઃ
જામનગર તા. ૧૧ઃ લાલપુરમાં રહેતા એક મહિલાએ ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ અને પુત્રી પણ યુવાન થઈ ગઈ હોય તેના લગ્નની ચિંતામાં ગઈકાલે બાથરૃમમાં દોરી વડે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે પતિનું નિવેદન નોંધી તપાસ આદરી છે.
લાલપુર શહેરના શિવાજી નગરમાં રહેતા હીરાભાઈ માલાભાઈ પારીયા નામના પ્રૌઢના પત્ની મીનાબેન (ઉ.વ.૪૩)એ કાલે પોતાના ઘરમાં બાથરૃમમાં જઈ દોરી વડે ગળાફાંસંો ખાઈ લીધો હતો.
આ મહિલાને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ તેઓ મૃત્યુ પામેલા જણાઈ આયા હતા. બનાવથી પોલીસને વાકેફ કરાતા લાલપુરના જમાદાર એ.એમ. જાડેજા દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યો છે અને પતિ હીરાભાઈ પારીયાનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ થોડા સમયથી હીરાભાઈનો વ્યવસાય બરાબર ચાલતો ન હતો અને તેના કારણે આર્થિક પરિસ્થિતિ નબળી બની ગઈ હતી ઉપરથી મીનાબેનની પુત્રી પણ ઉમર લાયક થઈ ગઈ હોવાથી તેના લગ્નની પણ આ મહિલા ચિંતા કરતા હતા. તેના કારણે ગઈકાલે મીનાબેને ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial