Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમાં ફૂટબોલના ક્ષેત્રે ઉજ્જવળ તકો છેઃ પરિમલ નથવાણી
અમદાવાદ તા. ૧૧ઃ ( જિતેન્દ્ર ભટ્ટ દ્વારા) ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન( જી.એસ.એફ.એ.) નો વર્ષ ૨૦૧૯માં પ્રમુખ પરિમલ નથવાણીએ ચાર્જ લીધો, ત્યારે જણાવ્યું કે, મને અંદાજ ન હોતો કે ગુજરાતમાં ફૂટબોલ માટે બાળકોમાં એક જબરદસ્ત ઉત્સાહ અંદરો અંદર જ પ્રસ્ફૂટિત થયા કરતો હતો. આ બધાં વર્ષો દરમ્યાન હું ઘણી વાર જોતો કે છોકરાંઓ મોબાઇલ ફોનમાં ફૂટબોલની મેચો જોતાં હોય. અંદરોઅંદરની વાતચીતમાં લિયોનલ મેસી કે અર્લિંગ બ્રાઉટ હલાન્ડ જેવા ખેલાડીઓ વિષે કે માન્ચેસ્ટર અને બાર્સેલોના ક્લબો વગેરેની વાતો કરતા હોય.અત્યાર સુધી એ બધું સહજ, સ્વાભાવિક અને સાધારણ જ માનતો હતો.
તાજેતરમાં રાજ્યમાં જી.એસ.એફ.એ.ની છત્રછાયા હેઠળના સંખ્યાબંધ જિલ્લા ફૂટબોલ એસોસિએશનો મારફતે પાંચ વર્ષથી બાર વર્ષ સુધીના ૪૨૦૦ બાળકો વિધિવત્ ફૂટબોલ રમી રહ્યાં છે. પાંચ વર્ષથી નીચે,આઠ વર્ષથી નીચે, દસ વર્ષથી નીચે અને બાર વર્ષથી નીચેની વય ગ્રૂપનાં બાળકો માટે લીગ મેચો રમાઈ રહી છે. જીએસએફએ બ્લુ કબ્સની લીગ મેચો સિવાય પણ અન્ય રીતે બીજાં અસંખ્ય બાળકો ફૂટબોલ નિશ્ચિતપણે રમતાં હોય છે.
ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન ( એઆઈએફએફ) દ્વારા ગત વર્ષે બ્લુ કબ્સનો પ્રારંભ કરવામાં આવ્યો અને રાજ્યોનાં ફૂટબોલ એસોસિએશનોને બ્લુ કબ્સ લીગ શરૃ થઈ.બ્લુ કબ્સ પાંચ વર્ષથી નીચેની વય જૂથનાં બાળકોથી લઈને બાર વર્ષથી નીચેના વય જૂથના બાળકો માટે ફૂટબોલની રમત છે જેમાંથી ભાવિ ખેલાડીઓ તૈયાર થઈ શકે, ઓછામાં ઓછી આઠ ટીમો રમે તેવું ધોરણ આ લીગ માટે રાખ્યું છે. બધી લીગ ડબલ લેગ ફોર્મેટમાં રમાય છે, જેમાં બે ટીમોએ સામસામે બે બે મેચો રમવાની હોય છે અને બન્ને મેચોમાં થયેલા સ્કોરના સરવાળાને આધારે વિજેતા ટીમ નક્કી થાય છે.
આ બ્લુ કબ્સ ફૂટબોલ મહાયજ્ઞમાં આખા ગુજરાતમાં ૪૨૦૦ બાળકો ફૂટબોલ રમી રહ્યાં છે. સૌથી વધુ ૫૫૦ બાળકો પંચમહાલ જિલ્લામાં રમી રહ્યાં છે ત્યાર બાદ સુરત તથા ભાવનગર જિલ્લામાં પ્રત્યેકમાં ૪૫૦ બાળકો નોંધાયા છે. ભરૃચ અને વડોદરા જિલ્લાઓમાં અનુક્રમે ૩૫૦ અને ૨૫૦ બાળકો નોંધાયાં. આમ રાજ્યમાં પંચમહાલ, સુરત, ભાવનગર, ભરૃચ અને વડોદરા ટોચના પાંચ જિલ્લા છે જેમાં સર્વાધિક ઉગતા બાળ ફૂટબોલ ખેલાડીઓ તૈયાર થઈ રહ્યાં છે. બાકીના જિલ્લાઓમાં સરેરાશ ૮૦ થી ૧૧૦-૧૨૦ની રેન્જમાં બાળકો રમી રહ્યાં છે. બ્લુ કબ્સ ફૂટબોલનું આ પ્રથમ વર્ષ છે તે જોતાં આ વય જૂથના બાળ ફૂટબોલ ખેલાડીઓના ૪૨૦૦ નો આ આંકડો નાનો સૂનો ન કહી શકાય. પોરબંદર તથા કચ્છ જિલ્લાઓએ ૧૦ ફેબ્રુઆરીથી પોતાની લીગ મેચો શરૃ કરી દીધી છે. બોટાદ જિલ્લો પણ તુરંતમાં લીગ શરૃ કરશે.
ગુજરાતે ક્રિકેટ વિશ્વને જસુ પટેલથી લઈને જસપ્રીત બુમરાહ અને વિનુ માંકડથી લઈને રવિન્દ્ર જાડેજા કક્ષાના ધુરંધર ક્રિકેટરો આપ્યા છે. હવે એ દિવસો દૂર નથી કે ભવિષ્યમાં ગુજરાતમાંથી પણ છેત્રીઓ( સુનિલ) કે ભૂતિયાઓ દેશને મળે, ગુજરાત બ્લુ કબ્સ ફૂટબોલમાં આ સામર્થ્ય અને સંભાવનાઓ નિશ્ચિતપણે ધરબાયેલી પડી છે. પ્રમુખ પરિમલ નથવાણી અને જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા અને બીજા કમિટિ મેમ્બર સાથ વાતચીત થઈ તેનો આધાર લેવામાં આવ્યો છે.
ગુજરાત સુપર લીગ ફૂટબોલની રોમાંચક મેચોઃ
ગુજરાત લીગ ફૂટબોલઃ સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ ટીમના સતત બે વિજય
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદમાં યોજાઈ રહેલી ગુજરાત સુપર લીગની પ્રથમ સિઝનમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સની ટીમે સતત બે વિજય મેળવ્યા હતા. સૌરાષ્ટ્રની ટીમે વડોદરા વોરિયર્સ સામે ૧-૦ થી જીત હાંસલ કરેલ, વડોદરા ની ટીમના જેનીશ રાણાના ઓન ગોલ .૭૩ મિનિટે નોંધાયો હતો.નિખિલ દેકા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર ૧-૦ થી સુરત સ્પાર્ટન્સને હરાવ્યું હતુ. આ મેચમાં ધ્રુવ શર્મા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. કર્ણાવતી નાઈટ્સ અને સુરત સ્ટ્રાઈકર્સની મેચ ૦-૦ થી ડ્રો થઈ હતી. અમદાવાદ એવેન્જર્સે૧-૦ થી ગાંધીનગર સુપર જાયન્ટ્સને પરાજય આપ્યો હતો. જય કાનાણીએ એકમાત્ર ગોલ ૫૧મી મિનિટે કર્યો હતો અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial