Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ-ત્રણ દિવસ સુધી બેંકોમાં કામગીરી ઠપ્પઃ લોકો પરેશાન

લોકસભાની ચૂંટણીમાં ફરજના કારણે

ખંભાળીયા તા. ૧૧ઃ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીના મતદાનમાં જિલ્લાની તમામ બેંકોનો મોટાભાગનો સ્ટાફ તથા મેનેજર સહિત મૂકાતા બેંકોનો વ્યવહાર ઠપ્પ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતાં.

તા. ૬-પ-ર૦ર૪ ના આગલા દિવસે જ મતદાન બુથ પર ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફે પહોંચી જવાનું હોય, તે દિવસે બેંક કર્મીઓ મોટાભાગના ના આવતા બેંકોમાં પણ બંધ જેવી સ્થિતિ હતી. ક્યાંક થોડો વહીવટ ચાલુ હતો. કેશીયર ન હોય, બંધ જેવી સ્થિતિ હતી.

તા. ૭-પ-ર૦ર૪ ના ચૂંટણીની બેંકોમાં રજા હતી. ૮-પ-ર૦ર૪ ના ચૂંટણી સ્ટાફને અન્ય તાલુકા વિધાનસભા વિસ્તારોમાં મૂક્યો હોય, ત્યાથી મોડી રાત્રે આવતા સવારે ફરજ પર પહોંચી શક્યા ન હતાં.

તા. ૮-પ-ર૦ર૪ ના પણ ત્રીજા દિવસે બેંકોમાં કામગીરી ઠપ્પ જેવી રહી હતી. ૯-પ-ર૦ર૪ ના ચોથા દિવસે બેંકોમાં કામગીરી વ્યવસ્થિત થતા ગ્રાહકોનો ધસારો થયો હતો. ત્રણ દિવસ સુધી સ્ટાફની શોર્ટેજમાં અનેક બેંકોના એટીએમ પણ ખાલી થઈ જતા બેંકો બંધ, એટીએમ ખાલી થતા ગ્રાહકો દોડાદોડીમાં પડી ગયા હતાં. ચૂંટણી ફરજમાં બેંક સ્ટાફ જાય ત્યારે કાંઈક વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી ઉઠી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh