Advertisement
Author: નોબત સમાચાર

છોટીકાશીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતી ઉજવાઈઃ ભવ્ય શોભાયાત્રા

૩૦ ફ્લોટ્સ, બ્રહ્મસમાજના બાળકોની વેશભૂષા આકર્ષણનું કેન્દ્રઃ પરંપરાગત વેશભૂષામાં મોટી સંખ્યામાં જોડાયા ભૂદેવો

જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી પરશુરામ જન્મ જયંતીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, તે મુજબ ગઈકાલે અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મ જયંતીના દિવસે પરંપરાગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મસમાજની દીકરી નવદુર્ગા તેમજ જામનગર શહેરના અગ્રણીઓના હસ્તે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના ૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, પૂર્વ રાજ્યમંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી, સૌરાષ્ટ્ર-કચ્છના બ્રહ્મ અગ્રણી નરેન્દ્રભાઈ ત્રિવેદી, લોહાણા સમાજના પ્રમુખ અને ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, સમસ્ત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, શહેર પ્રમુખ આશિષભાઈ જોષી, નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, કોર્પોરેટરો સુભાષભાઈ જોષી, ડિમ્પલબેન રાવલ, તૃપ્તિબેન ખેતિયા, ગોપાલભાઈ સોરઠિયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, અને ભગવાન પરશુરામની પ્રતિમાને ફૂલહાર કરી આશીર્વાદ મેળવ્યા હતાં. શોભાયાત્રામાં અલગ અલગ કુલ ૩૦ જેટલા ફ્લોટ્સ જોડાયા હતાં. બ્રહ્માસજની ૧૩ વિવિધ પેટા જ્ઞાતિઓ અને ઘટકો દ્વારા ફ્લોટ્સમાં ભગવાન શ્રી પરશુરામજીના વિવિધ સ્વરૃપો રજૂ કરાયા હતાં. ૧૮ ખુલ્લા ફ્લોટ્સમાં વિવિધ ધાર્મિક અવતારોમાં આશરે ર૦૦ બાળકો અલગ અલગ વેશભૂષા સાથે જોડાયા હતાં જેમાં બ્રહ્મસમાજની દીકરીઓ દ્વારા નવદુર્ગાના અવતારનો ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ સાથે શણગારેલા ઘોડા, શણગારેલી સાયકલ, ડી.જે. સાઉન્ડ સાથે વાજતે ગાજતે તળાવની પાળે બાલાહનુમાન મંદિરેથી પ્રારંભ થઈ નગરબ્રહ્મણ કરીને પંચેશ્વર ટાવર પાસે પરિપૂર્ણ થઈ હતી. શોભાયાત્રાના કન્વિનર નિલેશભાઈ ઓઝા, સહકન્વીનર ચિરાગભાઈ પંડ્યા તથા ચિરાગભાઈ અસવાર તેમજ યુવા ટીમ દ્વારા શોભાયાત્રાનું સફળતાપૂર્વક સંચાલન કરાયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh