Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.પ લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના ચોરાઈ ગયાઃ
જામનગર તા. ૧૧ઃ જામનગરના સિક્કામાં આવેલી ટીપીએસ કોલોનીમાં ત્રણ રહેણાંકમાં મુખ્ય દરવાજાના નકૂચા તોડી રૃા.૧૪ લાખ ઉપરાંતના સોના-ચાંદીના દાગીના, રોકડ ચોરાઈ ગયા છે. એક સાથે ત્રણ મકાનમાં પડેલા ખાતરથી દોડધામ મચી છે. એક આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૃ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલી ટીપીએસ કોલોનીમાં કવાર્ટર નં.૬ અને બ્લોક નં.૪૧૮માં રહેતા મૂળ જુનાગઢના વડાલ ગામના વતની અભિષેક પરેશભાઈ દવે નામના આસામી પોતાના મકાનને બંધ કરી વતનમાં ગયા હતા. તેમના બંધ મકાનમાં ગુરૃવારની સાંજથી શુક્રવારની સવાર સુધીમાં કોઈ તસ્કર મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘૂસી ગયા હતા.
તેમના મકાનમાંથી સોનાનો સેટ, સોનાનું બ્રેસલેટ, પેંડલ, બુટી, દોઢેક તોલાનો સોનાનો જૂનો સેટ, પોણા ત્રણ તોલાનું એક મંગળસૂત્ર, ત્રણેક તોલાના સોનાના ચેઈન, વીટી, બુટી, સાતેક સોનાના દાણા ઉપરાંત ચાંદીના સાંકળા મળી કુલ રૃા.૭૦૪૮૯૬ના દાગીના ઉપાડી ગયા હતા.
તે મકાન ઉપરાંત બાજુમાં આવેલા ચિંતનભાઈ પ્રેમજીભાઈ ગોહિલ નામના આસામીના દરવાજાનો પણ નકૂચો તોડી તસ્કરોએ કબાટમાંથી સોનાના ૨૭ ગ્રામના પાટલા, બાળકની ચાંદીની લક્કી, સોનાના ત્રણ પેંડલ, એક ચેઈન મળી રૃા.૨૦૬૪૩૭ના દાગીના ઉઠાવ્ય હતા અને કરશનભાઈ એભાભાઈ મોઢવાડીયા નામના આસામીના મકાનના દરવાજાનો નકૂચો તોડી તેમાંથી રૃા.પ લાખ ઉઠાવ્યા હતા.
આ તસ્કરોએ બ્લોક નં.૪૧૮માં અભિષેકભાઈના મકાન ઉપરાંત કવાર્ટર નં.૧૦માં બ્લોક નં.૩૩૦ અને ૪ નંબરના કવાર્ટરમાંથી કુલ રૃા.૧૪,૦૯,૩૩૩ની મત્તા ચોરી કરી જતાં દોડધામ મચી છે. અભિષેકભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઈન્ચાર્જ પીએસઆઈ સી.એમ. કાંટેલીયા સહિતનો પોલીસ કાફલો ધસી ગયો છે. પોલીસે આઈપીસી ૩૮૦, ૪૫૪, ૪૫૭, ૫૧૧ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial