Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘપર પાસે હિટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા વૃદ્ધાનો ભોગ લેવાયોઃ
જામનગર તા. ૧૧ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામ પાસે ગઈકાલે સાંજે સિક્કાના દંપતીના બાઈકને ટ્રેઈલરે ઠોકર મારતા ઘટનાસ્થળે માતા-પુત્રીના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે યુવાનને ઈજા થઈ હતી. ઉપરાંત મેઘપર પાસે હિટ એન્ડ રનના બનાવમાં એક અજાણ્યા વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. લાલપુર બાયપાસ પાસે એક ટ્રક નીચે આવી જતાં બાઈકચાલકને ઈજા થઈ હતી.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં ખારીવાળી કન્યા શાળા પાસે વસવાટ કરતા જુસબભાઈ સુલેમાનભાઈ બશર નામના યુવાન ગઈકાલે સાંજે જીજે-૧૦-સીએલ ૮૧૬૭ નંબરના બાઈકમાં પત્ની મોમીનાબેન તથા પુત્રી અમીના સાથે જામનગર તરફ આવવા નીકળ્યા હતા.
તેઓ જ્યારે જામનગરથી પંદરેક કિલોમીટર દૂર વસઈ ગામની ગોળાઈમાં પહોંચ્યા ત્યારે જીજે-૧૦-ટીવી ૧૩૯૦ નંબરનું ટ્રેલર ફૂલ સ્પીડમાં ધસી આવ્યું હતું. તેના ચાલકે મોટર સાયકલને હડફેટે લેતાં જુસબભાઈ તથા તેમના પત્ની અને પુત્રી રોડ પર ફેંકાઈ ગયા હતા. તે પછી અમીના અને મોમીનાબેન પરથી ટ્રેલરનું વ્હીલ ફરી વળતા માતા-પુત્રીના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે જુસબભાઈને ગંભીર ઈજા થઈ હતી. સ્થળ પર હાજર લોકોએ ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. તેમાં જુસબભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત બેભાન જેવી હાલતમાં હતા. તેથી તેમના અન્ય પરિવારજનોને અકસ્માતની જાણ કરવા માટે તેમના મોબાઈલમાં ડાયલ કરવામાં આવેલા છેલ્લા નંબર પરથી કોલ કરાયો હતો. તેના પગલે સિક્કાથી બશર પરિવારના વ્યક્તિઓ દોડી આવ્યા હતા. ત્યારપછી મોડીરાત્રે ભાનમાં આવેલા જુસબભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રેલરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મેઘપર ગામ નજીક એક હોટલ પાસેથી ગઈકાલે રાત્રે પાંસઠેક વર્ષના એક અજાણ્યા વૃદ્ધા ચાલીને જતા હતા ત્યારે સફેદ રંગની ઈકો મોટરે તેઓને ઠોકર મારી હતી. રોડ પર પછડાયેલા આ મહિલાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી મોટર નાસી ગઈ છે. મેઘપરના પ્રતાપસિંહ માધુભા કેરે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર પ્રણામી ટાઉનશીપ-૩માં રહેતા કિરીટભાઈ અમૃતભાઈ ચાવડા નામના પ્રૌઢ ગઈ તા.૨૯ના દિને લાલપુર બાયપાસ પાસેથી પોતાના બાઈકમાં જતા હતા ત્યારે એક અજાણ્યા ટ્રકે તેઓને ઠોકર મારી ફ્રેકચર સહિતની ઈજા પહોંચાડી હતી. પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial