Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજકરંટથી મૃત્યુ પછી સિંહણને જમીનમાં દાટી દેવાઈ હતીઃ
જામનગર તા. ૧૧ઃ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસ્થળ ગામની સીમમાં સિંહણનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયા પછી તેના મૃતદેહને જમીનમાં દફનાવી દેવાયો હતો.
આ બનાવ અંગેની જાણ થતા જ જૂનાગઢથી વનવિભાગના અધિકારીની ટીમ દોડી આવી હતી અને બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે, જ્યારે સિંહણના મૃતદેહનો કબજો સંભાળ્યો છે.
જૂનાગઢના જંગલોમાં વસવાટ કરતા સિંહના આંટાફેરાનો વિસ્તાર વધ્યો છે અને તેમાંથી છેક વરડા ડુંગર અને જામનગર જિલ્લાના જંગલો સુધી સિંહ આવી પહોંચ્યા છે.
તાજેતરમાં એક સિંહણ જેને રેડિયો કોલર લગાવેલ હતું તેનો ચારેક દિવસ પહેલા સંપર્ક કપાઈ જતા જૂનાગઢથી વન વિભાગની ટૂકડી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હંસસ્થળ પહોંચી હતી.
સિંહણનું લોકેશન હંસસ્થળ મળતું હતું, પરંતુ સિંહણનો પતો લાગતો ન હતો. આખરે જનાવરના મૃતદેહ જેવી વાસ આવતા ગઈકાલે હંસસ્થળની સીમમાં ખાણ નજીક ઝાડી ઝાંખરામાં ખોદકામ કરાવવામાં આવતા તેમાંથી દફન કરેલ સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી જૂનાગઢથી એફ.એસ.એલ.ની ટીમ પણ તપાસ માટે આવી હતી જેની તપાસમાં સિંહણનું મૃત્યુ વીજ કરંટ લાગવાથી થયું હોવાનું ખૂલવા પામ્યું હતું.
આ પછી વન વિભાગે આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરી હતી અને આખરે બે શખ્સોની પૂછરપરછ માટે અટકાયત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે વાડી-ખેતર ફરતે ફેન્સીમાં વીજ પ્રવાહ પ્રસાર કરાયો હતો.
આ તારને અકસ્માતે અડકી જતા સિંહણનું મૃત્યુ થયું હતું. આ પછી કૃત્યને છૂપાવવા માટે સિંહણના મૃતદેહને દૂર સુધી લઈ જઈ જમીનમાં દફનાવી દેવાયો હતો, પરંતુ સિંહણને રેડિયો કોલર લગાવાયું હોવાથી સમગ્ર ભાંડો ફૂટી જવા પામ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial