Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવનની ઝડપ પ્રતિકલાક ૩પ થી ૪૦ કિ.મી.
જામનગર તા. ૧૧ઃ જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે છેલલ્લા ત્રણ દિવસથી કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩પ.પ ડીગ્રીએ સ્થિર રહ્યો છે.
જામનગરમાં ગઈકાલે પણ ઝપાટાબંધ રીતે તેજીલા વાયરાઓ ફૂંકાવાનોદોર યથાવત્ રહ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. ગતિમાન પવનના પગલે સાંજથી વાતાવરણમાં ધીમે-ધીમે ઠંડક પ્રસરતા જનતાને ગરમીમાંથી રાહત મળતા હાશકારો અનુભવ્યો હતો.
જામનગરમાં તેજીલા વાયરાઓના દોર વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩પ.પ ડીગ્રીએ સ્થિર રહ્યો છે. જેના પગલે બપોરે આકરો તાપ યથાવત્ રહ્યો હતો.
નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત્ ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૬.૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકમા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial