Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છપ્પનભોગ દર્શન બપોરે ૩ થી પ સુધી થશે
દ્વારકા/ભાટિયા તા. ૧૧ઃ દ્વારકા નજીક આવેલ બરડીયા ગુંસાઈજીના ર૮મા બેઠકજીમાં આવતીકાલે તા. ૧ર-પ-ર૦ર૪ ના બડો મનોરથ છપ્પનભોગ ઉત્સવનું આયોજન પૂ. ૧૦૮ કાલિન્દી વહુજી નટવર ગોપાલજી મહારાજ (નવી હવેલી, દ્વારકા - પોરબંદર - વેરાવળ - વડનગર - કંપાલા હવેલી) તથા પૂ. માધવરાયજી મહારાજ, પૂ. લાલન શ્રી નૃસિંહલાલજી નટવર ગોપાલજી મહારાજ તથા કાલિન્દી વહુજી નટવર ગોપાલજી મહારાજ વિગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. આ ધાર્મિકોત્સવનો સર્વે વૈષ્ણવસમાજનોને લાભ લેવા છપ્પનભોગ મહોત્સવ સમિતિ, દ્વારકા-બારાડી વૈષ્ણવ સમાજે અનુરોધ કર્યો છે.
આ પ્રસંગે મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા આ ઉત્સવ માટે ગુંસાઈ બેઠકજીના બરડીયા છપ્પનભોગ મહોત્સવ સમિતિ તથા વૈષ્ણવ સમાજના બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાધીશભાઈ રાયચુરા (મેતાભાઈ) તથા ધનસુખભાઈ બારાઈ, દામોદરભાઈ દાવડા, નિમેષભાઈ કાનાણી વિગેરેએ જહેમત ઉઠાવી છે. છપ્પનભોગના દર્શન બપોરે ૩ થી પ વાગ્યા સુધી થશે, તેમ આયોજકોની યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial