Advertisement
Author: નોબત સમાચાર

બાળક સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચરનાર નરાધમને ૨૦ વર્ષની સખત કેદની કરાઈ સજા

બેએક વર્ષ પહેલાં બાળક સાથે આચર્યું હતું કૃત્યઃ

જામનગર તા. ૧૧ઃ જામનગરના પ્રદર્શન મેદાન તથા તેની સામે આવેલી શાળામાં લઈ જઈ છએક વર્ષના એક બાળક સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચરનાર નરાધમને અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર બાળકને કમ્પેઈન્સેશનમાંથી રૃા.૪ લાખ વળતર પેટે ચૂકવાશે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ વર્ષ ૨૦૨૨માં તળાવની પાળના પાછળના ભાગમાં વસવાટ કરતા એક પરિવારનો છએક વર્ષનો પુત્ર પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે નજીકમાં જ રહેતો ભરત મધુભાઈ પરમાર ઉર્ફે પપ્પુ નામનો શખ્સ આવ્યો હતો.

આ શખ્સે પોતાની બદદાનતથી તે બાળકને સાથે આવવાનું પ્રલોભન આપી પ્રદર્શન મેદાનની પાળી પર બેસાડ્યો હતો અને તે પછી સામે આવેલી એક શાળાની અંદર લઈ જઈ આ બાળક સાથે અડપલા કરી તેની સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચરવાનો પ્રયાસ કર્યાે હતો. આ શખ્સના સકંજામાંથી છટકીને પોતાના ઘેર પહોંચેલા બાળકે માતા, પિતાને તેની વાત કરતા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભરત મધુભાઈ ઉર્ફે પપ્પુ સામે પોક્સો એક્ટની કલમ ૩ (એ) (બી) તેમજ આઈપીસી ૩૭૭ હેઠળ ગુન્હો નોંધાયો હતો.

ઉપરોકત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ એ.એ. વ્યાસે આરોપી ભરત મધુભાઈ પરમાર ઉર્ફે પપ્પુને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની સજા આપવામાં આવી છે. ભોગ બનનાર બાળકને રૃપિયા ચાર લાખ કમ્પેઈન્સેશનમાંથી વળતર પેટે આપવા હુકમ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh