Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ણન તથા ફોટો મેળવી પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા.રર : લાલપુરના સણોસરી ગામમાં રહેતા એક આહિર વૃદ્ધ પોતાના ઘરેથી ગામમાં જવાનું કહીને નીકળ્યા પછી લાપત્તા બની જતાં તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ વૃદ્ધનું વર્ણન, ફોટો મેળવી તપાસ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતા જોધાભાઈ ગોવાભાઈ ખવા (ઉ.વ.૬ર) નામના વૃદ્ધ પોતાના ઘરેથી ગામમાં જવાનું કહીને નીકળ્યા પછી ક્યાંક ચાલ્યા ગયા છે. તેમના પરિવારે શોધખોળ કર્યા પછી પણ પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે.
ઉપરોક્ત તસ્વીરવાળા વૃદ્ધ સવા પાંચેક ફૂટની ઉંચાઈ અને મધ્યમ બાંધો ધરાવે છે, છેલ્લે તેઓએ આખી બાયનો સફેદ શર્ટ તથા નેવી બ્લુ રંગનું પેન્ટ ધારણ કરેલું હતું. ઘઉંવર્ણાે વાન ધરાવતા આ વૃદ્ધ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ લાલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial