Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ધર્મગુરૂ શહેરાવાળા સાંઈજીના સાંનિધ્યમાં વેલકમ ચેટીચંડ મેલા અને શહીદ દિવસની ઉજવણી

ભગવાન શ્રી ઝુલેલાલના ૧૦૭૫માં અવતરણ દિન નિમિત્તે

જામનગર તા. ૨૨: જામનગરમાં સિંધી સમાજના આરાધ્યદેવ-ઇષ્ટદેવ ભગવાનશ્રી ઝુલેલાલજીના જન્મોત્સવ ચેટીચંડની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન શ્રી ઝુલેલાલના ૧૦૭૫મા અવતરણ દિન નિમિત્તે વેલકમ ચેટીચંડનું ભવ્ય ધાર્મિક, સાંસ્કૃતિક અને મ્યુઝિકલ કાર્યક્રમનું સિંધી સમાજના ધર્મગુરુ ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના ઉપાસક પરમ પૂજનીય સંત શ્રી સાંઈ શહેરાવાલેજીના સાનિધ્યમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.

એસ.એસ. ડબલ્યુ સાંઈ પરિવાર જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમ ૨૩ માર્ચ ૨૦૨૫ના સાંજે ૬ વાગ્યે નાનકપુરીથી નેશનલ હાઈસ્કૂલ સુધી શોભાયાત્રા યોજાશે. જે શોભાયાત્રા બાદ કાર્યક્રમની શરૂઆત સાંજે ૭ કલાકે ધર્મગુરુ શહેરાવાળા સાંઈજીના શુભ કર કમલો વડે કરવામાં આવશે જેમાં શહિદ દિન  નિમિત્તે શહીદોને વિરાંજલી તેમજ દેશ માટે માત્ર ૧૯ વર્ષની ઉંમરે શહીદી આપનાર સિંધુ રત્ન હેમુ કાલાણીના જન્મદિવસની ઉજવણી તેમજ સત્સંગ આશિર્વચન અને રાત્રે ૮ કલાકે ભંડારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જે બાદ રાત્રે ૯ કલાકે  લોકસંગીત સિંધી ભગતનો કાર્યક્રમ યોજાશે. જેમાં મશહૂર ભગત કલાકાર અજમેરથી લવી કમલ ભગતના મ્યુઝિકલ ભગતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સિંધી ભાષાને જીવંત રાખવાનો છે. હાલમાં લુપ્ત થઈ રહેલી સિંધી ભાષાને બચાવવા અને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે લોકસંગીત કાર્યક્રમ સિંધી ભાષામાં યોજાશે.

આ વર્ષે જામનગર સિંધી સમાજ દ્વારા ચેટીચંડની ઉજવણીના જશ્નમાં રંગેમંચ રંગાયો છે ૩૦ માર્ચ રવિવાર ચેટીચંડ પર્વ પૂર્વે ૨૩ માર્ચ રવિવારથી જ જામનગર સિંધી સમાજ વેલકમ ચેટીચંડની ઉજવણી સાથે સમગ્ર સપ્તાહ દરમિયાન ચેટીચંડ નૂતનવર્ષની ઘડીને વધાવવા ફ્લોટ્સ તેમજ અન્ય કાર્યક્રમોની તડામાર તૈયારીઓ એક મહિનાઓ થી શરૂ છે ચેટીચંડની સમગ્ર સિંધી સમાજ ઉત્સાહ ભેર નવાવર્ષની ઉજવણીઓ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh