Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈસ્તંબુલના મેયરની ધરપકડનો પ્રચંડ વિરોધ
અંકારા તા. ૨૨: તુર્કીના પ્રેસિડેન્ટ રેસેપ તૈયપ એર્દોગનની સરકારની નીતિઓ વિરૂદ્ધ લોકો સ્વયંભૂ રસ્તાઓ પર ઉતરી આવ્યાં. ઇસ્તાંબુલના મેયર અને હવે પછીની પ્રસિડેન્ટની ચૂંટણીના ઉમેદવાર એકરમ ઇમામોગ્લુની ધરપકડને લઈને પ્રચંડ જન આક્રોશ-વિરોધ દબાવવા ટીયર ગેસ, રબરની ગોળીઓ અને વોટર કેનનનો ઉપયોગ થયો છે. ૧૬ પોલીસ ઘાયલ, અનેકની ધરપકડો. ટર્કીમાં ચાલી રહેલાં જન આંદોલનો દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહૃાાં છે. શુક્રવારની રાત્રે પણ આ પ્રદેશોમાં લોકોનો રોષ શમવાનું નામ નથી લઈ રહૃાો. ખાસ કરીને બ્લેક સી કિનારે આવેલા ટ્રાબઝોન શહેરમાંથી આવતા દ્રશ્યો આંદોલનની તીવ્રતા દર્શાવે છે. ૩ લાખની વસ્તી ધરાવતું ટ્રાબઝોન ટર્કીનું ૧૮મું સૌથી મોટું શહેર છે, અને અહીં હજારો લોકો રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનની સરકારની નીતિઓ વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. વિરોધનું આ નવું કેમ્પ બન્યું.
આ પ્રદેશોમાં ઇસ્તાંબુલના મેયર એકરમ ઇમામોગ્લુની ધરપકડને લઈને આક્રોશ વધી રહૃાો છે. ઇમામોગ્લુને ભ્રષ્ટાચાર અને આતંકવાદ સાથે જોડાયેલા આરોપો હેઠળ બુધવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી, જેને વિપક્ષે ટેલોકશાહી પર હુમલો ગણાવ્યો છે. ઇસ્તાંબુલ, અંકારા, ઇઝમિર અને ટ્રાબઝોન સહિત દેશના અનેક શહેરોમાં હજારો લોકો રાત્રે પણ રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહૃાા છે. સરકારે આ વિરોધને દબાવવા માટે કડક પગલાં લીધાં છે, જેમાં ટીયર ગેસ, રબરની ગોળીઓ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દેશભરમાં કર્ફયુ લાદવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial