Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયામાં સોનાના ચેઈનની લાલચે મિત્રની હત્યા કરનાર શખ્સને દબોચી લેવાયો

છરીથી ગળું કાપી, ચેઈન મેળવી, વેચી નાખી આરોપી પહોંચી ગયો જેસલમેરઃ

ખંભાળિયા તા.૨૨ : ખંભાળિયાના પોર ગેઈટ પાસે આવેલી જૂની નગરપાલિકા વોટર વર્કસની પાણીની ઓરડીમાંથી ગઈકાલે રાત્રે એક તરૂણનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તેને પેનલ પી.એમ. માટે જામનગર ખસેડ્યો છે. ચારેક દિવસથી ગુમ થયેલા આ તરૂણના ગળામાંથી સોનાનો ચેઈન, મોબાઈલ, રોકડ ગુમ થઈ ગયા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.

ખંભાળિયા શહેરના પોર ગેઈટ પાસે આવેલા રામનાથ સોસાયટી તરફ જવાના માર્ગ પર જૂની નગરપાલિકાની વોટર વર્કસની બિનઉપયોગી તથા અવાવરૂ ઓરડીમાંથી બુધવારની રાત્રે એક અજાણ્યા તરૂણનો મૃતદેહ મળી આવ્યો હતોે તે દેહ ત્રણેક દિવસથી પાણીમાં પડી રહેવાથી ફૂલાઈ ગયો હતો તેને પોલીસે પેનલ પી.એમ. માટે ખસેડ્યા પછી મૃતકની ઓળખ મેળવવા શરૂ કરેલી તપાસમાં આ યુવાન વાલ્મિકી સમાજનો અને કેતન નામ હોવાનું ખૂલ્યું હતું.

આ બાબતની જાણકારી મળતા વાલ્મિકી સમાજના વ્યક્તિઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતદેહ પર કાન તથા ગળામાં ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. સ્થળ પરથી આ તરૂણનું બાઈક મળી આવ્યું હતું. પોલીસે શરૂ કરેલી તપાસમાં આ તરૂણ ત્રણ-ચાર દિવસથી ગુમ થયો હોવાનું અને પોતાના ઘરેથી નીકળ્યો ત્યારે તેના ગળામાં રૂ.દોઢેક લાખની કિંમતનો સોનાનો ચેઈન અને કિંમતી મોબાઈલ તેમજ રોકડ રકમ હતા. તે તમામ વસ્તુ મૃતદેહ પાસેથી મળી ન હતી. મૃતક સાથે છેલ્લે તેના બે-ત્રણ મિત્રો હતા. તે મિત્રોના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવી તપાસ હાથ ધરી હતી.

મૃતક કેતન અનિલભાઈ વાઘેલા સાથે છેલ્લે તેનો મિત્ર હર્ષ દામજી નાઘેરા હોવાની વિગતો તપાસમાં જોતરાયેલી એલસીબીને મળતા હર્ષદના સગડ દબાવાયા હતા. જેમાં આ શખ્સ રાજસ્થાનના જેસલ મેરમાં હોવાની વિગત મળતા ત્યાં ધસી ગયેલી એલસીબીએ હર્ષની અટકાયત કરી લીધી હતી. આ શખ્સને ખંભાળિયા લાવવામાં આવ્યા પછી પૂછપરછ કરાતા તેણે કેતનના ગળામાં રહેલા સોનાના ચેઈનને મેળવવા માટે મિત્રની હત્યા કર્યાની કબૂલાત આપી છે.

આ શખ્સે કબૂલ્યા મુજબ તેણે પોતાની ભાવિ પત્ની સાથે ફરવા જવાનું નક્કી કર્યું હતું. તે માટે તેણે કેતનનો ચેઈન લૂંટી લેવાનું ઘડી કાઢ્યા પછી બનાવના દિવસે કેતનને બોલાવી નશાની હાલતમાં લાવી છરીથી કેતનનું ગળુ કાપી નાખી તેના મૃતદેહને ગટરના સમ્પમાં ફેકી દઈ ચેઈન વેચી નાખી તેમાંથી ઉપજેલી રકમ વડે ફરવા ચાલ્યો ગયો હોવાની કેફિયત આપી છે. આ શખ્સની ધરપકડ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh