Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગર રડાર રોડ પર ટ્રકના જોટા સાથે સ્કૂટર ટકરાતા આશાસ્પદ કોળી યુવાનનું મૃત્યુ

રિક્ષાચાલકના કાવાથી ફંગોળાયેલા વૃદ્ધાનું મૃત્યુઃ મોટી બાણુંગાર પાસે અકસ્માતમાં યુવાનનો ભોગઃ

જામનગર તા.૨૨ : જામનગરના ગોકુલનગર રડાર રોડ પર ગઈરાત્રે એક ટ્રકના ડ્રાઈવર સાઈડના પાછળના જોટામાં એક સ્કૂટર ટકરાઈ પડતા સ્કૂટર ચાલક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયું છે. ટ્રકચાલક સામે ગુનહો નોંધાયો છે. મૃતક કોળી સમાજના પ્રમુખના પુત્ર થતા હતા. તેઓ ગાય સાથે ટકરાયા પછી ટ્રકના જોટામાં ટકરાયાનું જાણવા મળી રહાું છે. ઉપરાંત મોટી બાણુંગાર પાસે સપ્તાહ પહેલાં ટ્રકની ઠોકરે ચઢેલા બાઈકચાલકનું સારવારમાં મૃત્યુ ાનપજ્યું છે. કાલાવડ રોડ પર પગપાળા જતા એક યુવાનને મોટરે હડફેટે લીધા હતા અને ઓખામંડળમાં બેટ દ્વારકામાં રિક્ષાચાલકે કાવો મારતા તેમાંથી ફંગોળાઈ ગયેલા ખેડા જિલ્લાના વૃદ્ધાનું મૃત્યુ થયું છે.

જામનગરના ગોકુલનગર રડાર રોડ પર આવેલા સોના, ચાંદીના શો-રૂમ પાસેથી ગઈકાલે રાત્રે પોણા દસેક વાગ્યે જામનગરના કોળી સમાજના પ્રમુખ વનરાજભાઈ પારેજીયા ના પુત્ર મયુરભાઈ જીજે-૧૦-સીઆર ૬૯૦૨ નંબરના એક્ટિવા સ્કૂટરમાં જતા હતા.

આ વેળાએ સામેથી ધસી આવેલા જીજે-૧૦-ઝેડ ૯૫૫૨ નંબરના ટ્રકના ડ્રાઈવર સાઈડના પાછળના જોટામાં આ યુવાનનું સ્કૂટર આવી જતાં રોડ પર પછડાયેલા મયુરભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા ટ્રકનો ચાલક નાસી ગયો હતો. મૃતકના કાકા દિનેશ ભાઈ સવશીભાઈ પારેજીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રોડ પર ગાય આડી આવ્યા પછી સ્કૂટરચાલક મયુરભાઈ તેની સાથે અથડાયા પછી ટ્રકના જોટામાં ટકરાઈ પડ્યાનું ત્યાં હાજર વ્યક્તિઓએ જણાવ્યું હતું. પોલીસે ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગર તાલુકાના જાંબુડા ગામના નારણભાઈ ધીરૂભાઈ સરવૈયા નામના કોળી યુવાન ગયા સોમવારે સાંજે રાજકોટ ધોરીમાર્ગ પર મોટી બાણુંગાર ગામ પાસેથી જીજે-૧૦-ડીકે ૯૪૦૩ નંબરના બાઈકમાં જતા હતા. ત્યારે તેઓને જીજે-૧ર-બીઝેડ ૨૦૪૧ નંબરના ટેન્કરે ટક્કર મારી હતી. રોડ પર પછડાયેલા નારણભાઈને ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના ભાઈ વિપુલભાઈએ પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જબલપર ગામના ગોબરભાઈ પૂનાભાઈ ઝાપડા અને ખોડાભાઈ ફકીરભાઈ ભરવાડ નામના વ્યક્તિઓ ગઈ તા.૮ની સવારે અન્ય યાત્રાળુ સાથે દ્વારકા જવા માટે પગપાળા રવાના થયા હતા. તેઓને કાલાવડ-જામનગર રોડ પર આઈઓસીના પંપ પાસે જીજે-૩૭-બી ૬૫૮૨ નંબરની મોટરે ટક્કર મારી હતી. ગોબરભાઈને આ અકસ્માતમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી બાબુભાઈ પૂનાભાઈ ઝાપડાએ ફરિયાદ નોંધાવી છે.

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ઘોઘાવાડા ગામના ચંદ્રિકાબેન ભગુભાઈ પટેલ (ઉ.વ.૬પ) નામના મહિલા અન્ય પરિવારજનો સાથે દર્શનાર્થે દ્વારકા આવ્યા પછી ગઈ તા.૮ની બપોરે બેટ દ્વારકા સ્થિત હનુમાન દાંડી મંદિરે દર્શન કરવા જવા માટે જીજે-૩૭-યુ ૫૬૪૪ નંબરની રિક્ષામાં જતા હતા ત્યારે માર્ગમાં રિક્ષાચાલકે કાવો મારતા રિક્ષામાંથી ચંદ્રિકાબેન ફંગોળાઈ ગયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પામેલા આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે જયેશ ભગુભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh