Advertisement
Author: નોબત સમાચાર

અન્ય નાગરિકોને માહિતી નહીં આપવાના સંબંધમાં આયોગની સ્પષ્ટતા અને ચેતવણી

ચોક્કસ નાગરિકના કિસ્સામાં આયોગ દ્વારા કરવામાં આવેલ હુકમોનું અયોગ્ય અર્થઘટન કરી

ગાંધીનગર તા. ૨૨: આયોગ દ્વારા (૧)વિવાદી શ્રી ખુશાલ વર્મા (અપીલ નં. અ-૩૯૯૨-૨૦૨૪, હુકમ તા.૨-૦૧-૨૦૨૫). (૨) વિવાદી શ્રી નાનજીભાઈ કાળુભાઈ જીતિયા (અપીલ નં. અ- ૨૧૭૮-૨૦૨૪ અને અ-૨૭૩૯-૨૦૨૪, હુકમ તા.૦૧-૦૨-૨૦૨૫) અને (૩) શ્રી હર્ષ દિનેશકુમાર બ્રહ્મભટ્ટ (અપીલ નં. અ-૬૧૬૭-૨૦૨૩ અને અન્ય, હુકમ તા.૦૬-૦૨-૨૦૨૫)થી સંબંધિત વિવાદીને હુકમમાં દર્શાવેલ હકીકતોને ધ્યાને લઈ, જે-તે વિવાદી(અરજદાર) પૂરતા ચોક્કસ પ્રકારના હુકમો(મર્યાદિત સંખ્યાની અરજી કરવાની મંજૂરી આપવા માટેના) કરવામાં આવેલ છે. ઉક્ત હુકમો માત્ર સંબંધિત વિવાદી (અરજદાર)ને જ લાગુ પડે છે.

આયોગના ધ્યાને આવેલ છે કે, પ્રથમ અપીલ અધિકારી અને ભૂસ્તર શાસ્ત્રી ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ, પોરબંદરના પત્ર ક્રમાંક નં.. આર.ટી.આઇ/ અપીલ/ ૧૦૫૫, તા. /૦૨/૨૦૨૫ થી અરજદાર શ્રી જીવાભાઇ ભુરાભાઈ મોઢવાડિયા, જિ. પોરબંદર દ્વારા કરવામાં આવેલ પ્રથમ અપીલ સંદર્ભે આયોગના અપીલ નં. અ-૬૧૬૯-૨૦૨૩ના હુકમ તા.૦૬-૦૨-૨૦૨૫નો સંદર્ભ ટાંકી,આયોગના હુકમનો અભ્યાસ કર્યા સિવાય. પ્રથમ અપીલ દફતરે કરવામાં આવેલ છે, જે ખૂબ જ ગંભીર બાબત છે.

અન્ય એક કિસ્સામાં આયોગના ધ્યાને આવેલ છે કે, જાહેર માહિતી અધિકારી અને હિસાબી અધિકારીની કચેરી,શ્રી અંબાજી મંદિર, અંબાજીના પત્ર ક્રમાંક નં. અમ/ હસબ/ મા.અ./વશી,તા.૧૩-૦૩-૨૦૨૫થી અરજદાર શ્રી અમિતકુમાર વી પટેલ, દાંતા જિ.બનાસકાંઠા દ્વારા કરવામાં આવેલ તા.૨૧-૦૨-૨૦૨૫ અને તા.૨૨-૦૨-૨૦૨૫ની નમૂના-*ક*ની અરજીઓ અંગે માહિતી આયોગના અપીલ નં. અ-૬૧૬૭-૨૦૨૩ અને અન્ય. તા.૦૬-૦૨-૨૦૨૫ના હુકમનો સંદર્ભ ટાંકી, અરજદારની ઉક્ત તા.૨૧-૦૨-૨૦૨૫ અને તા.૨૨-૦૨-૨૦૨૫ની નમૂના-*ક*ની અરજીઓ જાહેર માહિતી અધિકારી દ્વારા દફતરે કરવામાં આવેલ છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.

ઉક્ત વિગતે રાજ્યના તમામ નાગરિક, તમામ જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને જણાવવામાં આવે છે કે, આયોગના ઉક્ત અને આ પ્રકારના હુકમો સંબંધિત અરજદારને જ લાગુ પડે છે. આ હુકમો સીધે-સીધા અન્ય અરજદારોને લાગુ પડતા નથી કે રાજ્યના અન્ય કોઇ જાહેર માહિતી અધિકારી કે પ્રથમ અપીલ અધિકારીને અન્ય અરજદારોના કેસમાં લાગુ કરવાની સત્તા આપતા નથી.

ઉકત હુકમો માત્ર સંબંધિત અરજદારને લાગુ પડતા હોવાથી, આ હુકમો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કે અપીલ કરનાર અન્ય નાગરિક/અરજદારને લાગુ પાડવાના રહેતા નથી. આથી, આવા ચોક્કસ હુકમોને સંબંધિત ન હોય તેવા કોઈપણ નાગરિક/ અરજદારની અરજી અથવા પ્રથમ અપીલનો નિર્ણય માહિતી અધિકાર અધિનિયમની જોગવાઇઓ અનુસાર કરવા તમામ જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને જણાવવામાં આવે છે. આ અંગે હવે પછી કોઈ અયોગ્ય કે મનઘડંત અર્થઘટન કરવામાં આવેલ હોવાનું જણાશે તો સંબંધિત અધિકારી વિરુદ્ધ શિસ્ત વિષયક સહિતની અન્ય તમામ કાર્યવાહી કરવાની આયોગને ફરજ પડશે, તેની નોંધ લેવા સર્વ સંબંધિતોને જણાવવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh