Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિંગરોડ, રિવરફ્રન્ટ સહિતના મુદ્દાનો સમાવેશઃ
જામનગર તા. રરઃ જામનગર શહેરના વિકાસ માટે કેટલાક પ્રોજેક્ટ સંબંધે મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા ગઈકાલે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.
જામનગરના મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કનખરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવાએ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત કરી હતી અને જામનગરના કેટલાક પ્રશ્નો તેમની સમક્ષ રજૂ કર્યા હતાં.
જામનગર શહેરની આજુબાજુમાં રિલાયન્સ, જી.એસ.એફ.સી., નયારા, તથા અન્ય ઔદ્યોગિક એકમો આવેલ છે. આથી આસપાસને સમાંતર રીંગરોડની જરૂરિયાત હોવાથી રાવલસર /સરમતથી દરેડ સુધી ૬૦ મીટર ડીપી રોડ ડેવલોપ કરવા અંદાજીત ૧૪ કિ.મી. લંબાઈ અને ૬૦ મીટર પહોળાઈ થવા જાય છે. શહેરની ટ્રાફિક સમસ્યાને ધ્યાને લેતા આ રિંગરોડ બનાવવો જરૂરી છે.
હાલ રિંગ રોડની કામગીરી અલગ-અલગ વિભાગો દ્વારા કરવામાં આવી છે. જેમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ, મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ વગેરેનો સમાવેશ થાય છે. આ ત્રણેય વિભાગને જરૂરી સૂચના આપી કામગીરી ઝડપથી થાય તે જરૂરી છે.
રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને તાત્કાલિક મંજુરી આપવા તેમજ આગામી ચોમાસાની સિઝનને ધ્યાને લઈ નદીની મૂળ સ્થિતિ પહોળાઈ/લંબાઈમાં ખોદાણ માટેની ગ્રાન્ટ ઝડપથી રીલીઝ કરવા પણ માંગણી કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં જીઆઈડીસી ફેસ-ર અને ૩ માં મુખ્ય બી ૩ પરમીશન જી.આઈ.ડી.સી. વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેના કારણે વિલંબ થાય છે. આ વિવાદ જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ હોય તે સામે એસ.પી.વી. અને એમઓયુ થયેલછે. આમ બી ટુ પરમીશન આપવા માટે જરૂરી રજૂઆત કરવામાં આવી હતી. જુના જામનગરમાં જીડીસીઆર પુરાતત્ત્વ વિભાગની મંજુરી લેવી પડે છે. તેમાં વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતો હોય, તેથી લોકલ ઓથોરીટીને સત્તા આપી મંજુરી આપવામાં અ અંગે માંગણી કરાઈ હતી. આમ જીડીસીઆરના નિયમ ફેરફારની માંગણી કરવામાં આવી હતી. જેમાં ૧પ૦ મીટરથી નાના મકાનો છે તેમાં શેડની પહોળાઈના હિસાબે ઊંચાઈનો પ્રશ્ન રહેતો હોય, સેટબેક મૂકવા પડે છે. તેમાં પણ જુના જામનગરના જે મકાનો છે તેમાં પણ અન્ય મહાનગરપાલિકાઓના જે પ્રકારે જોગવાઈ કરવામાં આવી છે. તેની જામનગરમાં અમલવારી થાય તે માટે જીડીસીઆરમાં જરૂરી સુધારા કરવા માંગ કરવામં આવી હતી.
આમ જામનગરને સ્પર્શતા પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જામનગર મહાનગર પાલિકાની વિકાસ ગાથા અવિરત ચાલતી રહેશે. તેમજ મનપા દ્વારા મહાનગરપાલિકાના વિકાસના જે જે પ્રોજેક્ટો મંજુરી માટે મોકલવામાં આવશે તેની મંજુરી અન્વયેની આનુસંગિકા કાર્યવાહી તાકીદે કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial