Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવેની એસઓજી પોલીસની કાર્યવાહીઃ
જામનગર તા. રરઃ રાજકોટ રેલવે સ્ટેશન પરથી અમદાવાદ રેલવે પોલીસની એસઓજીની ટીમે જામનગરની મહિલા અને સગીરને રૂ. ર૦ લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતાં. આરોપી મહિલા મુંબઈથી ટ્રેન મારફત ડ્રગ્સ સાથે આવી હતી. અમદાવાદ એસઓજીની ટીમએ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેલવે સ્ટેશને મુંબઈથી આવી પહોંચેલી દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલી યાસ્મિન અનવરભાઈ સૈતા (ઉ. વ. ૪૦ રે. ગોલ્ડન સિટી પાસે, આવાસ યોજના -જામનગર) ને અટકાવી તેણીની તપાસ કરતા તેની પાસેના ધાબળામાંથી ૧૯૮.૯ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. તેથી યાસ્મિન અને તેની સાથેના સગીરની અટકાયત કરી હતી, અને બન્ને સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણીને પૈસાની જરૂર હોવાથી અજરૂએ તેને મુંબઈથી ડ્રગ્સનું પાર્સલ લાવવા જણાવ્યું હતું. તેના બદલામાં રૂ. ૧૦ હજાર આપવાનું નક્કી થયું હતું. પોલીસને શંકા થાય નહીં તે માટે સગીરને સાથે લઈ મુંબઈ ગઈ હતી અને પરત આવતી હતી ત્યારે પોલીસના હાથે પકડાઈ હતી. નિઝામ નામના શખ્સ મુંબઈ રેલવે સ્ટેશન આવ્યો હતો અને ડ્રગ્સનું પાર્સલ આપી ગયો હતો અને તે પાર્સલ સાથે તેણી મુંબઈથી આવવા માટે ટ્રેન મારફત રવાના થઈ હતી. પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો હતો. રાજકોટ રેલવે પોલીસને તપાસ સોંપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial