Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત બદીયાણી પરીવારના દેવસ્થાનમાં રવિ રાંદલ ર્માંના લોટા તથા હવનનું આયોજન

જામદેવળીયામાં બે દિવસીય કાર્યક્રમ યોજાશેઃ

જામનગર તા. ૨૨: સમસ્ત બદીયાણી પરિવારના દેવસ્થાન જામદેવરીયામાં આગામી તા. ૩૧-૩-૨૦૨૫ (સોમવાર)ના સમસ્ત બદીયાણી પરિવારજનો તરફથી હવન (યજ્ઞ) રાખેલ છે.

બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રવિ રાંદલ માતાજીના લોટા બે સમસ્ત બદીયાણી પરિવારજનો વતી તેમજ રવિ રાંદલ માતાજીના લોટા ૪ બે પરિવારજનો તરફથી તેડવાનું નકકી થયું છે. જે અનુસાર રવિ રાંદલ માતાજીના લોટા-૬ તા. ૩૦-૩-૨૦૨૫ને રવિવારના તેડવામાં આવશે. અને ઉત્થાપન વિધિ તા. ૩૧-૩-૨૦૨૫ સોમવારના સવારે રાખી છે.

હવનમાં બીડુ હોમવાનું કાર્ય પૂર્ણ થયે સમસ્ત પરિવારજનો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં સમસ્ત પરિવારજનોએ સહ પરિવાર સાથે હાજરી આપવા જામ દેવરીયા-જામસલાયા મંદિર સમિતિના બાબુભાઈ ભીમજીભાઈ બદીયાણી દ્વારા અનુરોધ કરાયો છે. તા. ૩૦-૩-૨૫ના રાત્રીએ રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh