Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ પ્રારંભઃ ૪૦ હજારથી વધુ પરીક્ષાર્થીઓ

૫રીક્ષા કેન્દ્રો પર કલેક્ટરો સહિત મહાનુભાવોના હસ્તે કુમકુમ તિલક કરીને પરીક્ષાર્થીઓને આવકારાયાઃ ચૂસ્ત બંદોબસ્તઃ

જામનગર તા. ર૭: ધો. ૧૦ અને ધો. ૧ર ની બોર્ડની પરીક્ષાનો આજથી રાજ્યમાં પ્રારંભ થયો છે. હાલારના બન્ને જિલ્લામાં ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આજે સવારે ધો. ૧૦ ના વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતાં. તમામ સેન્ટરોમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે અને બપોર સુધી ગેરરીતિનો કોઈ કેસ નોંધાયો નથી.

ધો. ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે. આજે સવારે ધો. ૧૦ ના પ્રુથમ પેપરમાં જામનગરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી, મોઢામીઠા કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જામનગર જિલ્લામાં ધો. ૧૦, ૧ર ના કુલ ર૭,૭૧૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ તા. ર૭ થી રાજ્યભરમાં ધો. ૧૦ અને ધો. ૧રની પરીક્ષાનો પ્રારંભ થયો છે.

જામનગર જિલ્લામાં ધો. ૧૦ મા ૧૪,ર૩ર વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેમના માટે પ૯ સેન્ટરની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે ધો. ૧ર (સામાન્ય પ્રવાહ) માં ૮૬૧૮ વિદ્યાર્થીઓ અને ધો. ૧ર (વિજ્ઞાન પ્રવાહ) માં ૧૭૩૮ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. તેમના માટે ૩૬ સેન્ટરોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સંસ્કૃત પ્રથમાના ૭૧ અને સંસ્કૃત મધ્યમાના ૬૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

આજે સવારે ધો. ૧૦ ની પરીક્ષાના પ્રારંભમાં તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કપાળે કુમ કુમ તીલક કરવામાં આવ્યું હતું અને મોઢુ મીઠું કરાવી વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરએ પણ વિદ્યાર્થીને મોઢા મીઠા કરાવી શુભેચ્છા આપી હતી.

તમામ વર્ગખંડમાં સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા રાખવામાં આવી છે અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પરીક્ષાનો પ્રારંભ થયો છે.

તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજથી ધો. ૧૦-૧ર ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર એ.વી. પાંડોર, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિય, જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધન જાડેજા, મામલતદાર વિક્રમ વરૂ સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીને ચોકલેટ આપી મોઢા મીઠા કરાવી શુભેચ્છા પાઠવાઈ હતી.

પરીક્ષાર્થીઓ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. તમામ સેન્ટરોમાં સીસી ટીવી અને પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવાઈ છે.

ધો. ૧૦ મા ૯ર૪૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેમના માટે ૮ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે. ધો. ૧ર (સામાન્ય પ્રવાહ) માં ૩૭૪૦ વિદ્યાર્થીઓ અને ૬ કેન્દ્ર તથા ધો. ૧ર (વિજ્ઞાન પ્રવાહ) ૩૩૧ વિદ્યાર્થીઓ અને બે કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ કુલ ૧૩ઘ૩૧૭ વિદ્યાર્થીઓ અને ૧૩ કેન્દ્ર, પ૬ બિલ્ડીંગ અને ૪૭૧ બ્લોકની વ્યવસ્થા કરાઈ છે.

ભાણવડ કેન્દ્રમાં પણ આજે સવારે ધો. ૧૦ ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. પત્રકાર યુનિયન દ્વારા વિદ્યાર્થીઓને મોઢા મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જેમાં ભાણવડ પત્રકાર મંડળના મારખીભાઈ વરૂ, કિશનભાઈ ગોજિયાના સહયોગથી વિદ્યાર્થીને આવકારવાનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સંચાલક બ્રીજેશ મહેતા, ઘેલાણી કન્યા વિદ્યાલયના આચાર્ય પારૂલબેન ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરમાં આજે સવારે ધો. ૧૦ મા ગુજરાતી વિષયના પેપરમાં ૧ર,૮૯૯ વિદ્યાર્થી હાજર અને ર૬૬ વિદ્યાર્થીઓ ગેરહાજર, હિન્દીના પેપરમાં તમામ ૬૬ વિદ્યાર્થીઓ હાજર અને અંગ્રેજીના વિષયમાં ૧૦૮૮ વિદ્યાર્થીઓ હાજર અને ૧૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. હજુ સુધી કોઈ ગેરરીતિનો કેસ નોંધાયો નથી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાતી વિષયના પેપરમાં આજે ૭૭૨૮ વિદ્યાર્થી હાજર અને ૧૬૬ વિદ્યાર્થી ગેરહાજર તથા અંગ્રેજી વિષયના પેપરમાં ૪૩૫ હાજર અને ૨ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh