Advertisement
Author: નોબત સમાચાર

સ્વામિનારાયણનગરથી ગાંધીનગરની ડીપી કપાતની કામગીરી મુલતવી રાખોઃ લડત સમિતિ

કલેક્ટર અને મ્યુનિ. કમિશનરને રજૂઆત

જામનગર તા. ર૭: જામનગર સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધી ડીપી કપાત અન્વયે કરવામાં આવનાર પાડતોડ હાલ મુલતવી રાખવા ધારાસભ્ય અને કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

લડત સમિતિના કન્વીનર વિજયસિંહ જાડેજા અને સહકન્વીનર ઈશ્વરભાઈ ઠાકરએ ધારાસભ્ય રિવાબા જાડેજા અને કમિશનરને પાઠવેલ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, સ્વામિનારાયણનગરથી ગાંધીનગર સુધી ડીપી કપાત અન્વયે ૩૩૦ મકાનધારકોમાંથી ર૩૯ મકાનધારકોને ૧૦ દિવસની મુદ્તની નોટીસ પાઠવાઈ છે. ત્યારપછી પાડતોડ શરૂ કરવામાં આવશે.

આ પાડતોડ કામગીરી હાલ મુલતવી રાખવી જોઈએ. આ મકાન ધારકોમાંથી અનેકના બાળકો ધો. ૧૦-૧ર મા અભ્યાસ કરે છે. જેમની આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે. મકાન તોડી પાડવામાં આવશે તો બાળકોના માનસ ઉપર ખરાબ અસર પડશે અને અનેક બુઝુર્ગો બીમાર છે. તેમને અન્ય સ્થળે લઈ જવા માટે તબીબી સલાહ લેવાની જરૂર પડે તેમ છે. અનેક મહિલાઓ ગર્ભવતિ છે. તેમનું સ્થળાંતર કરવું જોખમી છે. આથી મહિલા-બાળકનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાઈ શકે છે. આ તમામ વિગતોને ધ્યાને લઈને હાલ પૂરતી પાડતોડ કાર્યવાહી સ્થગિત કરવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh