Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસ માર્ચથી ચોથી એપ્રિલ સુધી સંસદ મળવાની છે ત્યારે
નવી દિલ્હી તા. ૨૭: આજે મોદી કેબિનેટે વકફ સુધારા બિલને મંજૂરી આપી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસી રિપોર્ટના આધારે તેને લીલી ઝંડી આપવામાં આવી છે. તેને સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ કરવામાં આવી શકે છે.
કેન્દ્રિય કેબિનેટ દ્વારા સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં બજેટ સત્રના બીજા ચરણમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શકયતા છે. સંસદમાં બજેટનું સત્ર ૧૦મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે.
નોંધનીય છે કે અગાઉ ૧૩મી ફેબ્રુઆરીએ વકફ બિલ મુદ્દે સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે જ બિલનો નવો ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી છે.
ઉલ્લેખનિય છે કે, વકફ સંશોધન બિલને ૧૯ ફેબ્રુઆરીના યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. હવે સુધારાઓના આધારે બિલને મંજૂરી આપવામાં આવી છે. વકફ બિલ સૌપ્રથમ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષના વિરોધને કારણે તેને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું. પાછળથી કેટલાક સુધારાઓ પછી, જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની આ સમિતિએ સરકારને અહેવાલ સુપરત કર્યો. ત્યારબાદ ૧૩મી ફેબ્રુઆરીએ, વકફ બિલ પર સંસદીય સમિતિનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો. સમિતિના અહેવાલના આધારે, વકફ બિલનો નવો ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો હતો. હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ બિલ બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ કરી શકાય છે. બજેટ સત્રનો બીજો ભાગ ૧૦મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે.
જેપીસી (સંયુકત સંસદીય સમિતિ)એ ૨૯મી જાન્યુઆરીએ વકફ બિલમાં નવા ફેરફારો અંગેના રિપોર્ટને મંજૂરી આપી હતી. જેમાં પક્ષમાં ૧૫ અને વિરોધમાં ૧૪ મત પડ્યા હતા. ભાજપના સાંસદો દ્વારા આપવામાં આવેલા ફેરફારોનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિપક્ષી સાંસદોએ અસંમતિ નોંધ રજૂ કરી હતી, અને તેને વકફ બોર્ડને નાબૂદ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
વકફ બિલ અંગે વિપક્ષે અનેક વાંધાઓ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત વકફ બાય યુઝર જોગવાઈને દૂર કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial