Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત ભોઈ સમાજનો સમૂહલગ્ન મહોત્સવઃ અગિયાર દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે

જામનગર ઓલ રાઉન્ડર ગ્રુપ દ્વારા

જામનગર તા. ૨૭: જામનગરના ઓલ રાઉન્ડર ગ્રુપ દ્વારા આગામી તા. ૨જી માર્ચ, ૨૦૨૫ના સમસ્ત ભોઈ સમાજના પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન નાગેશ્વર વિસ્તારમાં ખેતાભગતની વાડીની જગ્યામાં કરવામાં આવ્યું છે. જેમાં ભોઈ સમાજની અગિયાર દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે.

આ પ્રસંગે ખીજડા મંદિરના આચાર્ય પૂ. કૃષ્ણમણીજી મહારાજ તથા સ્વામિનારાયણ મંદિરના કોઠારી ચતુર્ભુજદાસજી મહારાજ આશીર્વચન પાઠવશે. અતિથિઓ તરીકે સાંસદ પૂનમબેન માડમ, ધાભ્સભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જુથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, પૂર્વ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર, ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, એડવોકેટ મનોજભાઈ અનડકટ, બિલ્ડર મહેશભાઈ વારોતરીયા, જિ.પં. સભ્ય મૂળુભાઈ કંડોરીયા, ભોઈ જ્ઞાતિના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા, પત્રકાર સંજયભાઈ જાની, કોર્પોરેટર પાર્થભાઈ જેઠવા, મુકેશભાઈ માતંગ, આશાબેન રાઠોડ ઉપસ્થિત રહેશે.

આ સમુહ લગ્નમાં જોડાનાર અગિયાર દીકરીઓને ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ, સાડી, સોના-ચાંદીના દાગીના આપવામાં આવશે. આયોજક ગ્રુપ પરિવારના દાતાઓ ગં.સ્વ. મંજુલાબેન મહેશભાઈ જેઠવા, ગં.સ્વ. લક્ષ્મીબેન ભીમજીભાઈ ગોંડલીયા, દિનેશભાઈ શામજીભાઈ વારા, ગં.સ્વ. કિરણબેન મનસુખલાલ કુંભારાણા, રમેશભાઈ, ગં.સ્વ. ચંપાબેન ભગવાનજીભાઈ રાઠોડ તથા અન્ય દાતાઓ તરફથી આર્થિક સહયોગ મળ્યો છે. આ ઉપરાંત ગ્રુપના મુખ્ય આયોજક કપીલભાઈ જેઠવા, મયુરભાઈ જેઠવા, હિતેશભાઈ ગોંડલીયા, અતુલભાઈ ગોંડલીયાની આગેવાની હેઠળ ગ્રુપના અન્ય બત્રીસ સભ્યો અને બહેનોનો સહકાર મળ્યો છે.

સમૂહ લગ્ન નિમિત્તે તા. ૪-૩-૨૫ના સાંજે ખેતા ભગતની વાડીની જગ્યામાં સમસ્ત જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh