Advertisement
Author: નોબત સમાચાર

મોરકંડા પાટીયા પાસે બાઈકચાલક અન્ય બાઈક સાથે ટકરાયા પછી મોટર સાથે અથડાયોઃ મૃત્યુ

પાછળ બેસેલા યુવાન સહિત અન્યને ઈજાઃ દ્વારકા નજીક મહિલાને અકસ્માતઃ

જામનગર તા.ર૭ : જામનગરના ઠેબા બાયપાસથી લાલપુર બાયપાસ વચ્ચે મોરકંડા ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરે એક વેપારી યુવાન તથા તેનો મિત્ર પસાર થતા હતા ત્યારે નેપાળી યુવાને કોઈ કારણથી બાઈક પરનો કાબુ ગૂમાવતા આગળ જતા બાઈકના ઠાઠામાં તેઓ ટકરાયા હતા. તે પછી ડિવાઈડર ઠેકી જઈ નેપાળી યુવાન સામેથી આવતી મોટર સાથે ટકરાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં તેનું મૃત્યુ નિપજ્યું છે. અન્ય બેને ઈજા થઈ છે. પોલીસે મૃતક સામે ગુન્હો નોંધ્યો છે. દ્વારકા, પોરબંદર રોડ પર એક મહિલા એક્ટિવા પર જતા હતા ત્યારે તેમના હાથ પરથી ડમ્પર ફરી વળ્યું હતું, આ મહિલાનો હાથ કાપવો પડ્યો છે.

જામનગર-કાલાવડ માર્ગ પર આવેલી ઠેબા ચોકડી નજીક આવેલી અક્ષરધામ સોસાયટી માં રહેતા મૂળ નેપાળના પીપળી ગામના વતની દીપક કરણભાઈ વિશ્વકર્મા (ઉ.વ.ર૦) તથા તેના પુત્ર ગૌતમ ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે જીજે-૧૦-ઈડી ૪૭૪૧ નંબરના બાઈકમાં જતા હતા.

આ યુવાનો જ્યારે મોરકંડા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે આગળ જીજે-૧૦-ડીએમ ૧૫૩૪ નંબરના બાઈક પર જતા ચેલા ગામના જીતેશ પોપટભાઈ કણઝારીયાની પાછળ દીપક વિશ્વકર્માએ કાબૂ ગૂમાવી પોતાનું બાઈક અથડાવ્યું હતું. તેથી જીતેશ ભાઈ રોડ પર પડી ગયા હતા અને દીપકની પાછળ બેસેલો ગૌતમ પણ પડી ગયો હતો.

ત્યારપછી બાઈક સાથે ડિવાઈડર ઠેકી ગયેલા દીપક સાથે સામેથી આવી રહેલી જીજે-૧૦-સીએન ૬૩૭૧ નંબરની મોટર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા દીપક કરણભાઈ વિશ્વકર્માનું મૃત્યુ નિપજ્યું છે. જયારે ગૌતમ તથા જીતેશભાઈને ઈજા થઈ છે.

અકસ્માતની જાણ થતાં ૧૦૮ તથા પોલીસ કાફલો દોડી આવ્યા હતા. જીતેશભાઈ કણઝારીયાએ દીપક કરણભાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દ્વારકા શહેરના નરસંગ ટેકરી ખારા તળાવ રોડ પર રહેતા ક્રિષ્નાબેન મનોજભાઈ ઘોઘલીયા નામના ખારવા મહિલા ગઈ તા.૧૦ની બપોરે દ્વારકા-પોરબંદર રોડ પર મંદિર પાસેથી જીજે-૩૭-એચ ૪૯૯૧ નંબરના એક્ટિવામાં જતા હતા.

આ વેળાએ જીજે-રપ-યુ ૫૦૭૭ નંબરનું ડમ્પર ફૂલસ્પીડે ધસી આવ્યું હતું. તેના ચાલકે સાઈડમાંથી એક્ટિવાને ટક્કર મારતા રોડ પર પછડાયેલા ક્રિષ્નાબેનના ડાબા હાથ પરથી ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું. આ મહિલાનો હાથ કાપી નાખવામાં આવ્યો છે. તેઓએ ડમ્પરના ચાલક પોરબંદરના માલદે મોઢવાડીયા સામે દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh