Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુએનમાં ભારતીય પ્રતિનિધિએ આપ્યો જડબાતોડ જવાબ
જીનીવા તા. ૨૭ : પાકિસ્તાને યુએનમાં કાશ્મીરની વાત કરતા ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનને આડે હાથ લીધુ હતું અને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખુલ્લુ પાડયું છે. જિનીવા બેઠકમાં તેમણે કાશ્મીરનો ઉલ્લેખ કરતા જ ભારતે હાથ ખંખેરી લીધા હતા અને કાશ્મીર પરની ટિપ્પણી બદલ પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો હતો. ભારતે કહૃાું કે, 'પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે. તે આંતરરાષ્ટ્રીય દાન (દાન) પર જીવે છે.'
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૫૮માં સત્રની સાતમી બેઠકમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. ભારતે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મદદ પર નિર્ભર એક નિષ્ફળ રાજ્ય ગણાવ્યું હતું. ભારતીય રાજદ્વારીએ કહૃાું કે, 'છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ જ ત્યાંની સ્થિતિ વિશે ઘણું બોલે છે. પાકિસ્તાનના નેતાઓ તેમના સૈન્ય-આતંકવાદી સંકુલમાંથી જૂઠાણું ફેલાવવાનું ચાલુ રાખે તેમાં કોઈ આશ્ચર્ય નથી.'
પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી આઝમ નઝીર તરારે સંયુક્ત રાષ્ટ્રમાં દાવો કર્યો હતો કે, 'કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન થઈ રહૃાું છે, જેને રોકવું જોઈએ. તેમજ કાશ્મીરમાં લોકોના આત્મનિર્ણયના અધિકારનું હનન કરવામાં આવી રહૃાું છે.'
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ પાકિસ્તાનના દાવાઓનો જડબાતોડ જવાબ આપતા ભારતીય રાજદ્વારીએ વધુમાં કહૃાું કે, 'જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશા ભારતના અભિન્ન અંગ રહેશે.' તેમણે આ ક્ષેત્રોમાં થઈ રહેલી પ્રગતિ તરફ પણ ધ્યાન દોરતા કહૃાું, 'જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ કરી છે. આ સફળતાઓ દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી ત્રસ્ત એવા પ્રદેશમાં સામાન્ય સ્થિતિ લાવવાની સરકારની પ્રતિબદ્ધતામાં લોકોના વિશ્વાસનો પુરાવો છે.'
તેમણે આ અંગે વધુમાં કહૃાું કે, 'પાકિસ્તાને ભારત પ્રત્યેના તેના અસ્વસ્થ જનૂનને છોડી દેવું જોઈએ અને તેના નાગરિકોને અસર કરતી સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. ભારત પોતાના લોકો માટે લોકશાહી, પ્રગતિ અને ગૌરવ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વસ્તુ પાકિસ્તાને શીખવી જોઈએ.'
ભારતીય રાજદ્વારીએ ભારપૂર્વક કહૃાું કે, 'એ જોઈને દુઃખ થાય છે કે પાકિસ્તાનના નેતાઓ અને પ્રતિનિધિઓ તેમના સૈન્ય-આતંકવાદી સંકુલ દ્વારા ઉઠાવવામાં આવતા જૂઠાણા ફેલાવવાનું ચાલુ રાખે છે. પાકિસ્તાન ઓઆઈસીની મજાક ઉડાવી રહૃાું છે. તે તેનો પોતાના મુખપત્ર તરીકે દુરુપયોગ કરી રહૃાું છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ કાઉન્સિલનો સમય એક નિષ્ફળ રાષ્ટ્ર દ્વારા વેડફાઈ રહૃાો છે, આથી આંતરરાષ્ટ્રીય દાન પર જીવતું પાકિસ્તાન લેક્ચર ન આપે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial