Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલી માર્ચ ને શનિવારે
જામનગર તા. ર૭: ભારતના પ્રધાનમંત્રી આગામી તા. ૧લી માર્ચ જામનગર આવે તેવી શક્યતા છે. આથી તેમના આગમનના અનુસંધાને જુદા જુદા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સંભવતઃ તેઓ રાત્રિ રોકાણ જામનગરમાં કરશે. આ માટે પણ તંત્ર દોડધામ કરી રહ્યું છે.
દેશના પ્રધાનમંત્રી ફરી એક વખત ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. બિનસત્તાવાર વિગતો જોઈએ તો તા. ૧લી માર્ચના વિમાન માર્ગે જામનગર આવી પહોંચશે, અને ત્યાં તેમની મોટરકારનો કાફલો સર્કિટ હાઉસ પહોંચશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે જામનગર નજીકના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપનીના વનતારાની મુલાકાતે જશે અને ત્યારપછી સાસણગીર તરફ જવાના હોવાનું જાણવા મળે છે.
જો કે, તેમનો સત્તાવાર કોઈ કાર્યક્રમ જાહેર થયો નથી, પરંતુ તેમના આગમનને લઈને જામનગર જિલ્લાના વિવિધ વિભાગો સતર્ક બન્યા છે અને આનુસંગિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની દેખરેખ હેઠળ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ વગેરે સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે.
સર્કિટ હાઉસથી દિગ્જામ માર્ગ રોડની બન્ને તરફ બેરીકેડીંગ લગાડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સર્કિટ હાઉસમાં રંગરોગાન અને મરામત કામગીરી ચાલી રહી છે. સમગ્ર રૂટ ઉપર સઘન સફાઈ, રંગરોગાન સહિતની કામગીરી ચાલી રહી છે. ટૂંકમાં સમગ્ર તંત્ર દોડધામ કરી રહી છે. વડાપ્રધાનના આગમન પહેલા રાજ્યના મુખ્યમંત્રી આવે તેવી પણ શક્યતા દહોળાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial