Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધૂમાડામાં ગુંગળાઈ જતા એકનુ મૃત્યુઃ ૪૦ ફાયર ફાટર દ્વારા આગ બુઝાવવાની કાર્યવાહીઃ દુકાનદારો વિહ્વળ
સુરત તા. ૨૭: સુરતના શિવશકિત ટેકસટાઈલ માર્કેટમાં લાગેલી આગ પર મહા મહેનતે કાબૂ મેળવવામાં આવ્યો છે. આ ભીષણ આગમાં ૮૫૦થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ગુંગળામણથી એક વ્યકિતનો જીવ પણ ગયો છે.
સુરતના શિવશકિત ટેકસટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં મંગળવારે આગ લાગી હતી, જેમાં એક વ્યકિતનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ સવારે ફરી આગ ભભૂકી ઉઠી હતી. જે પાંચમાં માળ સુધી ભભૂકી હતી પહેલા અને બીજા માળની આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો પછી ત્રીજા માળે પણ આગ કાબૂમાં આવી ગઈ હોવાના અહેવાલો છે.
મોડી રાત્રે આગનું ભયાનક દૃશ્યો ડ્રોન કેમેરા દ્વારા લેવાયા હતા. વેપારીઓને આજે વેપારીઓને આજે બજાર વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી છે.
મેયર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે હાજર હતા. કુલ નુકસાન રૂ. ૫૦૦ કરોડથી વધુ થવાની શકયતા છે. બજારમાં ૮૫૦ થી વધુ દુકાનો બળીને રાખ થઈ ગઈ છે. દુકાનો સળગતી જોઈને વેપારીઓ આંસુ વહાવતા જોવા મળ્યા. બુધવારે સવારે લગભગ ૭ વાગ્યે બજારમાં આગ લાગી હતી.
ચીફ ફાયર ઓફિસર બસંત કુમાર પરીખે જણાવ્યું હતું કે અંદરનું તાપમાન ખૂબ વધારે છે. કારણ કે ત્યાં ઘણો સામાન રાખવામાં આવ્યો હતો. બુધવારે સવારે ૮ વાગ્યાની આસપાસ અમને પહેલો ફોન આવ્યો. અમને ઇમારતના માળખાની સ્થિરતા વિશે ખાતરી નથી. અમે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બહારથી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહૃાા છીએ. લગભગ ૫૦% દુકાનોમાં આગ લાગી ગઈ છે.
નોંધનિય છે કે, સુરત એક મોટું ઔદ્યોગિક શહેર છે. અહીં લાખો કામદારો નાની કંપનીઓમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ આગને કારણે તેમના આજીવિકાને ગંભીર નુકસાન થયું છે. આગને કારણે વેપારીઓ તેમજ મજૂરોને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે જેને કારણે સુરત કાપડ વેપારના વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં વિવિધ કાપડના જથ્થાનો સ્ટોક કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ૪૦ કરતા વધુ ગાડીઓ છેલ્લા ૨૪ કલાકથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. દિવસ દરમિયાન આગને કારણે હિટ થયેલા બિલ્ડીંગમાં રાત્રિ દરમિયાન ફાયર વિભાગના કર્મચારીઓ જીવના જોખમે કામ કરીને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી મોડી રાત્રે માર્કેટને ચારે દિશામાંથી પાણીનો મારો કરી આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.
વેપારીઓ દ્વારા આજનો દિવસ માર્કેટ બંધ રાખવા માટેનું એલાન પણ કરવામાં આવ્યું છે. આ આગને કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. ત્યારે આ વેપારીઓ મોડી રાત્રે માર્કેટની બહાર બેસીને રડતા પણ જોવા મળ્યા હતા. આજે વહેલી સવારે પણ આગ બેકાબૂ જોવા મળી હતી. પરંતુ બપોર સુધીમાં કાબુમાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
અહેવાલો મુજબ સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં પહેલા આગ પ્રસરી હતી. ઘટનાને પગલે ૨૦થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial