Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૭: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હોમગાર્ડઝ યુનિટનાં સભ્ય ઈરફાન હસનભાઈ પટણી અવારનવાર ગુન્હો કરવાની ટેવવાળા હોય, અને તેના ઉપર પ્રોહિબીશન અને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ હેઠળ પણ ગંભીર ગુનો નોંધાયેલ હોય, અને તેઓ આ ગુન્હાના કામે લાંબા સમયથી જેલમાં હોય, હોમગાર્ડઝ દળમાં કાયદો-વ્યવસ્થા અને શિસ્તબદ્ધતા સૌપ્રથમ જરૂરી હોય., અને આ હોમગાર્ડઝ સભ્ય દ્વારા દળની ગરિમા અને પ્રતિષ્ઠા ખરડાઈ એવું કૃત્ય આચર્યું હોય, દળની પ્રતિષ્ઠા અને ગરિમા જળવાય રહે તેવાં હેતુથી જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ કાલાવડ પોલીસનો રેકોર્ડ અને કાલાવડ યુનિટ ઓફિસરનાં અભિપ્રાય સાથે સહમતિ દર્શાવી કાલાવડ તાલુકા યુનિટના હોમગાર્ડઝ સભ્ય ઈરફાન હસનભાઈ પટણી ને હોમગાર્ડઝ અધિનિયમ-૧૯૪૭ ની કલમ ૬(ખ)(૧) તથા હોમગાર્ડઝ નિયમો-૧૯૫૬ ના નિયમ-૯(ક) અને નિયમ-૧૨ વંચાણે લઈ હોમગાર્ડઝ દળ માંથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે.!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial