Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એમસીડીમાં ભાજપનું શાસન હતુઃ ઈલેકટોરલ બોન્ડમાં બન્ને પક્ષને નાણા મળ્યા હતા
નવી દિલ્હી તા. ૨૭: દિલ્હીના દારૂનીતિ કૌભાંડમાં ભાજપના નેતાઓની સંભવિત સંડોવણીની આશંકા વ્યકત કરીને કોંગ્રેસે તપાસનો દાયરો વધારવાની માંગ ઉઠાવી છે.
કોંગ્રેસે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારના કાર્યકાળ દરમિયાન કથિત દારૂ નીતિ કૌભાંડમાં ભાજપ પણ સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કેગના રિપોર્ટમાં અનેક મહત્ત્વપૂર્ણ સવાલોને નજરઅંદાજ કરવાની વાત કહેતા વ્યાપક તપાસની માંગ કરી છે. નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પાર્ટીના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે માંગણી ઉઠાવી હતી કે દારૂનીતિ કૌભાંડની તપાસનો દાયરો વધારવામાં આવે.
કોંગ્રેસના નેતાઓ દેવેન્દ્ર યાદવ અને સંદીપ દીક્ષિતે કહૃાું કે, 'દારૂ કૌભાંડના મુદ્દા પર જાહેર મંચ પર ચર્ચા થવી જોઈએ.' કોંગ્રેસના નેતાઓએ કેગ રિપોર્ટની તપાસ માટે પીએસીની વહેલી તકે રચના કરવાની પોતાની માંગ પર ભાર મૂક્યો છે. દેવેન્દ્ર યાદવે કહૃાું કે, 'વિધાનસભામાં દારૂ નીતિ સંબંધિત કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. કોંગ્રેસને પહેલાથી જ શંકા હતી કે આ નીતિમાં ઘણી અનિયમિતતાઓ છે, જેનાથી સરકારના મહેસૂલ પર અસર પડશે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીએ દારૂ નીતિ સંબંધિત લેખિત ફરિયાદ પણ તપાસ એજન્સીઓને આપી હતી, જેમાં ભાજપની સંડોવણીના પણ પુરાવા હતા.'
દેવેન્દ્ર યાદવે સવાલ કર્યો કે, માસ્ટર પ્લાનનું ઉલ્લંઘન કરીને દારૂની દુકાનો ખોલવા માટે લાઈસન્સ કેવી રીતે આપવામાં આવ્યા. કોર્પોરેશનની પરવાનગી વિના દારૂની દુકાનો નથી ખોલી શકાતી અને તે સમયે એમસીડીમાં ભાજપનું રાજ હતું. જે દારૂની કંપનીઓને કોન્ટ્રાક્ટ મળ્યા હતા તેમણે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપ અને આમ આદમી પાર્ટીને પૈસા આપ્યા હતા. આ તમામ સવાલોની તપાસ થવી જોઈએ.
તેમણે કહૃાું કે કેગ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, દિલ્હીના લોકો પાસેથી ટેક્સ રૂપમાં વસૂલવામાં આવેલી તેમની મહેનતની કમાણી લૂંટવામાં આવી. કોંગ્રેસ ઈચ્છે છે કે, કેગ રિપોર્ટની પીએસીમાં તપાસ કરવામાં આવે અને જે પણ લોકો આ લૂંટમાં સામેલ હતા તેમને સજા મળે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial