Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે બપોર સુધી તો વરણાગી ઉપાડી હતી અને બપોરની આરતી પણ કરી હતીઃ
ખંભાળિયા તા. ર૭: ખંભાળિયા ખામનાથ શિવ વરણાગી ઉપાડવામાં છેવટ સુધી સાથે રહેનાર બ્રાહ્મણ યુવકનું હૃદયરોગ હુમલામાં નિધન થતા ભારે શોકની લાગણી ફેલાવા પામી હતી.
ખંભાળિયા શહેરમાં યુવાનોમાં હૃદયરોગના હુમલાથી માંડીને અનેક બનાવો બનતા રહે છે, જ્યારે ગઈકાલે મહાશિવ રાત્રિના દિને જ સવારથી બપોર સુધી ભગવાન શિવની વરણાગી ઉપાડીને આનંદથી ઉત્સવમાં જોડાયેલ દિવ્ય જોષી નામના ર૪ વર્ષના યુવાનનું શોભાયાત્રા પત્યા પછી બે કલાકમાં જ હૃદયરોગના હુમલાથી અવસાન થતા બ્રહ્મ સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.
ખંભાળિયામાં લુહારશાળ પાસે ઈલેક્ટ્રીકની દુકાન ચલાવતા તથા ભાજપ યુવા મોરચા ખંભાળિયાના ઉપપ્રમુખ તથા મિલનસાર સ્વભાવના યુવાન દિવ્ય નીલેશભાઈ જોષી ઉ.વ. ર૪ વાળો ગઈકાલે શિવરાત્રિના શિવની વરણાગીમાં પ્રારંભથી અંત સુધી જોડાયા હતાં તથા છેક ખામનાથ મહાદેવ મંદિરે પૂર્ણાહુતિની આરતી કર્યા પછી ઘેર ગયો હતો, પણ આ છેલી આરતી અને વરણાગી હોય તેમ બપોરે છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને તાકીદે ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતાં જ્યાં તબીબે મૃત્યુ પામ્યાનું જાહેર કર્યું હતું.
કરૂણ બાબત છે કે મૃતક દિવ્ય જોષીના દાદા હરિભાઈ જોષી નિવૃત્ત જમાદાર હતાં તથા તેમના પુત્ર અને દિવ્યના પિતા નીલેશભાઈનું પણ હૃદરોગના હુમલાથી થોડા વર્ષો પહેલા મૃત્યુ નિપજ્યું હતું અને તે પછી માતા પુત્ર દાદી સાથે રહેતા હતાં. મૃતક દિવ્યના માતા વૈશાલીબેન એસ.એન.ડી.ટી. શાળામાં નોકરી કરતા હતાં તથા પૂર્વ આચાર્યા હતાં. રાત્રે નવ વાગ્યે સદ્ગતની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં તથા ભાજપ દ્વારા તેમના તમામ કાર્યક્રમો રદ્ જાહેર કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial