Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ભવ્ય શિવ વરણાગીનું ઠેર-ઠેર સ્વાગતઃ નગર બન્યું શિવમય

ખુલ્લા પગે પાલખી ઉપાડવા વધુમાં વધુ ભૂદેવો જોડાય તે ઈચ્છનિયઃ

ખંભાળિયા તા. ર૭: ખંભાળિયામાં શિવ વરણાગીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત થયું અને આખું શહેર શિવમય બન્યું હતું.

ખંભાળિયામાં ગઈકાલે મહાશિવરાત્રિના ભગવાન શિવની ભવ્ય વરણાગી શોભાયાત્રા નીકળી હતી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ખામનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાં મહાઆરતી સાથે શિવ વરણાગીની પૂર્ણાહુતિ થઈ હતી જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં.

સવારે રંગમહેલ શાળા પાસેથી શોભાયાત્રામાં ર૦૦ કીલોથી વધુ વજનની ચાંદીની શિવ-પાર્વતી-ગણેશજીની પ્રતિમા તથા ચાંદીની પાલખી સાથે બેંડવાજા-ઢોલ-નગારા તથા ડી.જે. પાર્ટી સાથે શિવ વરણાગી હરહર મહાદેવના જયનાદ્ સાથે નીકળી હતી તથા શહેરમાં ઠેર ઠેર કમાનો તથા ધજા પતાકાથી ભવ્ય સ્વાગત થયું હતું તથા અનેક સ્થળે શિવ વરણાગી પર ફૂલવૃષ્ટિ, આરતી સાથે ભાવિકો ઉમટ્યા હતાં. પાંચ હાટડી ચોક, વિજયચોક, ઝવેરી બજાર, લુહારશાળ, બરચા પાડો, રામમંદિર પાસે, સતવારા વાડ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર સ્વાગત થયું હતું.

પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, મોહિતભાઈ મોટાણી, પાલિકાના સદસ્યો, અગ્રણીઓ પણ જોડાયા હતાં તથા સ્વાગત પૂજા કરી હતી. શિવ વરણાગીમાં ટ્રસ્ટીઓ ખામનાથ મહાદેવના અમિતભાઈ વ્યાસ, પ્રતીકભાઈ જોષી, સંજયભાઈ જોષી જોડાયા હતાં તથા વરણાગી ઉપાડવા બ્રાહ્મણો તથા હિતેષભાઈ હર્ષ, નીતિનભાઈ આચાર્ય, બંટીભાઈ હર્ષ, પંડિતભાઈ તથા અગ્રણીઓ ડો. રાયઠઠ્ઠા નીલેશભાઈ, બલુભાઈ ગઢવી, રેખાબેન ખેતિયા વિગેરે પણ શોભાયાત્રામાં જોડાયા હતાં તથા ઠેર ઠેર આરતી થઈ હતી.

વરણાગી ઉપાડવામાં પરેશાની

ખંભાળિયા શહેરમાં સવાસો વર્ષ પુરાની આ શિવ વરણાગીમાં અગાઉના સમયમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો ઉમટતા હતાં તથા આ શોભાયાત્રા બ્રાહ્મણો જ ખુલ્લા પગે ઉપાડી શકતા હોય, રસ્તામાં પાંચેક કલાક આ વરણાગી ઉપાડવી પડતી હોય, ટેકાની કે થોભવાની જોગવાઈ ના હોય ઓછા બ્રાહ્મણો હોય ત્યારે પરેશાની થાય છે. ખંભાળિયા શહેરમાં ચૌદ જેટલી બ્રાહ્મણ જ્ઞાતિ છે જ્યારે વ્યવસ્થિત આયોજન કરીને મોટી સંખ્યામાં ભૂદેવો આ ઉત્સવમાં જોડાય તે પણ ઈચ્છનિય હોવાના પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh