Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોરબંદરમાં સચીનભાઈ રબારીની આગેવાનીમાં
જામનગર તા. ૨૭: જામનગર રબારી સમાજના અગ્રણી સચીનભાઈ ચાવડાની આગેવાનીમાં ૧૬૦ જેટલી બોટલ બ્લડ એકત્ર કરાયું હતું
તાજેતરમાં પોરબંદરમાં રબારી સમાજ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવમાં જામનગર રબારી સમાજ યુવા સંઘ દ્વારા અગ્રણી સચીનભાઈ ચાવડાની આગેવાનીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના યુવાન, વડીલ તેમજ મહિલાઓએ રક્તદાન કરી ઉમદા સેવા કાર્ય કર્યું હતું. આ બ્લડ ડોનેશનનું દિપ પ્રાગટય ઓળદર મઢના ભુવા આતા શ્રી અમરા આતા ના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં રબારી સમાજ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવામાં આવેલ આ સાથે સતાપર મઢના ભુવા શ્રી અમરા આતાના હસ્તે બ્લડ ડોનેશન કરનારને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સચીનભાઈ ચાવડા, દિનેશભાઈ આલ, ભીમાભાઈ ભારાઈ, ભગાભાઈ કટારા, રમેશભાઈ કરોતરા, વિક્રમભાઈ ભારાઈ, કરન રાડા, મનિષભાઈ ભારાઈ, મીઠાભાઈ કોડીયાતર, અશોકભાઈ ઘેલીયા, જતિન હરણ, સંજય કટારા, જેઠાભાઈ પટેલ, અરજનભાઈ મોરી, ભૂપતભાઈ મોરી, કરસનભાઈ ચાવડા, ખીમાભાઈ રાડાએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial