Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીનું રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય સન્માનખંભાળીયા તા. ૬: ખંભાળીયાની મુલાકાતે આવેલા રાજ્યસભાના સાંસદ, ખંભાળીયાના વતની પરિમલભાઈ નથવાણીનું રઘુવંશી સમાજ દ્વારા પુષ્પોના વરસાદ સાથે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
ભાજપને મત આપવા પરિમલભાઈનું આહ્વાન
વિઠ્ઠલાણી પરિવાર દ્વારા મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવના યોજાયેલ સમૂહ પ્રસાદી ભોજનમાં આવેલા પરિમલભાઈ નથવાણીનું કમલેશભાઈ વિઠ્ઠલાણી પરિવાર, લોહાણા મહાજન જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા ભવ્ય સન્માન થતાં પરિમલભાઈ ગળગળા થઈ ગયા હતાં. આ અવિસ્મરણીય સન્માન પ્રત્યે સૌનો આભાર માનીને લોકશાહીના પર્વમાં મોદીજીના હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા આહ્વાન કર્યું હતું.
તેમણે જણાવેલ કે દેશનું સુકાન નરેન્દ્રભાઈ મોદીના હાથમાં છે. દેશના વિકાસ સાથે વિદેશોમાં પણ ભારતનો પ્રભાવ છે. આટલા વર્ષાેમાં ક્યારેયના થયા હોય તેવા કામ થયા છે. ત્યારે જીલ્લાનો, ખંભાળિયાનો અને દેશનો વિકાસ કરવા માટે નરેન્દ્રભાઈ મોદી, ભાજપને, પૂનમબેન માડમને મત આપવા અપીલ જિલ્લા જામનગર દ્વારકાના લોકોને કરી હતી. ઉનાળાનો સમય હોય વહેલું મતદાન કરવા અપીલ પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial