Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૦ ટકા મતદાનનો નિર્ધારઃ માર્ગ સલામતિનો સંદેશ
દ્વારકા તા. ૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શનમાં લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદાન થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે તા. ૦૪-૦૫-૨૪ના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુદર્શન સેતુમાં મતદાન જાગૃતિ અર્થે મામલતદાર દ્વારકા સહિતની ઉપસ્થિતિમાં બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મતદાન જાગૃતિ સાથે સાથે બાઈક ચાલકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતીનો સંદેશો પણ પાઠવ્યો હતો.
આ ઉપરાંત મતદાનના અનેક સૂત્રો સાથે બાઇક ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બની અને ૧૦૦% મતદાન કરશું અને મહત્તમ મતદાન કરવા માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરવાના સંકલ્પ લીધા હતા. બાઈક રેલીમાં દ્વારકા તાલુકા વિકાસ અધિકારી, દ્વારકા મામલતદાર, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર વિગેરે શિક્ષકો, કર્મચારીઓ જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial