Advertisement
Author: નોબત સમાચાર

પોસિત્રામાંથી જામનગરના ગુન્હામાં ફરાર આરોપીની કરાઈ અટકાયત

આરોપી સામે હત્યા, હત્યા પ્રયાસ સહિતના નવ ગુન્હાઃ

જામનગર તા. ૬: ઓખામંડળના પોસિત્રામાંથી શંકાસ્પદ હાલતમાં ઓખા મરીન પોલીસે એક શખ્સને પકડી પાડ્યા પછી આ શખ્સ જામનગરના એક ગુન્હામાં ફરાર હોવાનું ખૂલ્યું છે. આ શખ્સ સામે હત્યા, હત્યા પ્રયાસ સહિતના નવ ગુન્હા અગાઉ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા પોસિત્રા વિસ્તારમાં ગઈકાલે ઓખા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીએસઆઈ આર.આર. જરૂના વડપણ હેઠળ પ્ેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું.

આ વેળાએ પોસિત્રાનો સુનિલ કાળુભાઈ જડીયા નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ શખ્સની અટકાયત કરી તેની વિગતો પોકેટ કોપમાં સર્ચ કરાતા આ શખ્સ સામે જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે દારૂબંધી ભંગનો ગુન્હો નોંધાયો હોવાનું અને તે ગુન્હામાં આ શખ્સ નાસતો ફરતો હોવાનું જણાઈ આવ્યું હતું. આરોપીની પોલીસે અટકાયત કરી છે. તેની સામે અગાઉ જામનગરના સી ડિવિઝનમાં ચાર ગુન્હા, ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા તથા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં પણ બે ગુન્હા નોંધાયેલા હોવાનું ખૂલ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh