Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોના પ્રચારાત્મક બોર્ડ-બેનર-હોર્ડિંગ્ઝ-ઝંડા હટાવતું તંત્ર

આવતીકાલે મતદાન હોઈ, ગઈકાલે સાંજથી પ્રચાર-પડઘમ શાંત થયા હતાં

લોકસભાની સામાન્ય ચૂંટણી માટેના પ્રચાર-પડઘમ શાંત થયા પછી મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાંથી રાજકીય પક્ષોના જાહેરાતના બેનર, બોર્ડ, હોર્ડિંગ્સ ઉતરાવવી લેવામાં આવ્યા હતાં. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન તા. ૭ મે ના થનાર છે. આ માટે નિયમ મુજબ ગઈકાલે રવિવારે સાંજે પાંચ વાગ્યે પ્રચાર-પડઘમ શાંત થયા છે. રાજકીય જાહેર પ્રચાર-પ્રસાર બંધ થતાં ડોર-ટુ-ડોર સંપર્ક, ખાટલા બેઠકો, ગ્રુપ બેઠકો થઈ રહી છે. બીજી તરફ ચૂસ્ત આચારસંહિતાના અમલ માટે ગઈ સાંજથી જ મહાનગરપાલિકાની ટૂકડીઓ દોડતી થઈ હતી અને રાજકીય પક્ષના ઉમેદવારોના પ્રચાર-પ્રસાર કરતા જાહેરાતના હોર્ડિંગ્સ, બોર્ડ-બેનરો વગેરે ઉતરાવી લીધા હતાં. આ ઉપરાંત રાજકીય પક્ષના ઝંડા, કિઓસ્ક બોર્ડ વગેરે ઉતરાવી લેવાયા હતાં. તેમજ ચિતરામણા પણ દૂર કરવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh