Advertisement
Author: નોબત સમાચાર

શ્રી મોટી હવેલીનાં ઉપક્રમે બાવાશ્રીનાં સાંનિધ્યમાં શોભાયાત્રા, ધર્મસભા સહિતનાં ધર્મકાર્યો યોજાયા

જામનગરમાં શ્રી વલ્લભાચાર્ય જયંતિની ભાવભેર ઉજવણી

જામનગરમાં પુષ્ટી સંપ્રદાયના સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીના ૫૪૭મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે તા.૪ અને પાંચમી મે દરમિયાન પ્રભાતફેરી, શોભાયત્રા અને ધર્મસભાનું આયોજન વૈષ્ણવ સમાજ દ્વારા મોટી હવેલીનાં હરિરાયજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. વલ્લભાચાર્ય જયંતિ નિમિત્તે મોટી હવેલી ખાતે તા.૪ની સવારે ૬ વાગ્યે મંગલા આરતી બાદ ૭ વાગ્યે વૈષ્ણવ સમાજની વાહનો સાથેની પ્રભાતફેરી મોટી હવેલીથી પ્રસ્થાન પામીને સેતાવાડ, ખંભાળીયા ગેઈટ, દિગ્વિજય પ્લોટ, સુમેર ક્લબ રોડ, સાતરસ્તાથી ગૌરવ પથ પરના જિલ્લા પંચાયત, લાલબંગલા, ટાઉનહોલ, ત્રણ બત્તી, બેડી ગેઈટ, કે. વી. રોડ, સુભાષબીજથી મોટી હવેલીની ગૌશાળા થઈને મહાપ્રભુજીની બેઠક ખાતે સંપન્ન થઇ હતી.  ત્યાર પછી સંધ્યા આરતીના દર્શન બાદ સાંજે ૬ વાગ્યા બાદ શોભાયાત્રા મોટી હવેલીથી વાણીયાવાડ, ચાંદી બજાર સર્કલ, માંડવી ટાવર, હવાઈ ચોક, સત્યનારાયણ મંદિર રોડ થઇ આકાશગંગા એપાર્ટમેન્ટ વાળી શેરીમાંથી જલાની જાર તરફથી થઇને મોટી હવેલીએ પહોંચી મહાપ્રભુજીના ચિત્રજીના પુજન સાથે વિરામ પામી હતી.શોભાયાત્રાનું માર્ગમાં ઠેર - ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સત્યનારાયણ મંદિરેથી પુષ્પવૃષ્ટી કરવામાં આવી હતી. તા. પમી મેના રવિવારે સાંજે ૬ વાગ્યા બાદ મોટી હવેલીમાં આવેલા વલ્લભ ચોકમાં ઉત્સવ નાયકના ચરિત્ર ઉપર હરિરાયજી મહારાજ, વલ્લભરાયજી મહોદય, રસાદ્રરાયજી અને પ્રેમાદ્રરાયજી સહિતના વિદ્વાનો દ્વારા ધર્મસભાને સંબોધિત કરાઈ હતી. આ તકે મોટી હવેલીનાં સેવાભાવી વડીલોનું હરિરાયજીના હસ્તે પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તા.૪- પના શનિ-રવિવાર દરમિયાન શયન આરતીના દર્શન ભીતર થયા હતા. તેમ વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh