Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતમાં સોસાયટીના સભાસદને આઠ મહિનાની કેદની ફટકારાઈ સજા

ખંભાળિયાના આસામીને એક વર્ષની કેદની સજાઃ

જામનગર તા. ૬: જામનગરની એક સોસાયટીએ સભાસદ સામે ચેક પરતની કરેલી ફરિયાદમાં સભાસદને આઠ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ખંભાળિયાના આસામીને રૂ.૩.૯૧ લાખના ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા આપવામાં આવી છે.

જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટીના સભાસદ રાજા ઘેલાભાઈ ટારીયાએ સોસાયટીમાંથી લોન મેળવી હતી. તેની ભરપાઈ કરવા રૂ.૮૦,૬૨૭નો ચેક આપ્યો હતો. તે ચેક સોસાયટીએ બેંકમાં રજૂ કરતા રિટર્ન થયો હતો. સોસાયટીએ નોટીસ પાઠવ્યા પછી કોર્ટમાં કેસ કર્યાે હતો. તે કેસ ચાલવા પર આવતા અદાલતે  ફરિયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠરાવી આઠ મહિનાની જેલની સજા તથા ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.

ખંભાળિયામાં રહેતા કરશનભાઈ નારૂભાઈ મસુરા પાસેથી કાંતિભાઈ કરશનભાઈ કણઝારીયા નામના આસામીએ પોતાનો વ્યાપાર શરૂ કરવા રૂ.૩,૯૧,૦૦૦ એક વર્ષની મુદ્દતે હાથઉછીના મેળવ્યા હતા. તે રકમની પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં જમા કરાવાતા તે ચેક પરત ફર્યાે હતો આથી અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ કરાઈ હતી.

ખંભાળિયાની કોર્ટમાં તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૂ.૩ હજારની દંડ ફટકાર્યાે છે અને ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા આદેશ કર્યાે છે. વળતર ન ચૂકવવામાં આવે તો વધુ છ મહિનાની જેલસજા અપાઈ છે. ફરિયાદી તરફથી વકીલ અમિત વ્યાસ, ફાલ્ગુની વ્યાસ, પ્રતીક જોષી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh