Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ચૂંટણીમાં જાગૃતતા દાખવવા હાસ્ય કવિ સંમેલન યોજાયું

વી ધ પીપલ અને જલસા ગ્રુપ દ્વારા 'એવા વળાંક પર'

લોકશાહીના મહાપર્વને ઉત્સવ બનાવવા વી ધ પીપલ અને જલ્સા ગ્રુપ દ્વારા આયોજીત એવા વળાંક પર...! કાર્યક્રમના આયોજનમાં જેનું નામછે તેના કરતા અનેકગણો જોરદાર કાર્યક્રમબન્યો હતો. આ કાર્યક્રમમાં આર જે આકાશે અને હાસ્ય કવિ શૈલેષ લોઢા, સાંઈરામદવે, અશોક ચારન અને પાર્થ નવીન જેવા સુપ્રસિદ્ધ કલાકારોએ ખીચોખીચ ભરેલા હોલમાં લોકોને હસાવી હસાવીને પેટ દુઃખવા લાગ્યા હતાં. તેવો જબરજસ્ત કાર્યક્રમબન્યો હતો. વી ધ પીપલ તેમજ જલ્સા ગ્રુપ દ્વારા હાલ ચાલી રહેલા લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં જાગૃતતા સંદર્ભે હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર નજીક આવેલા પદમબેન્કવેટના હોલ કાર્યક્રમશરૂ થાય તે પહેલાં જ આખેઆખો ભરાય ગયો હતો અને એવા વળાંક પર...! કાર્યક્રમરાષ્ટ્રગીત દ્વારા શરૂ કરાયો હતો. રંગમંચના કલાકાર વિરલ રાચ્છ દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સૌપ્રથમઉદ્યોગપતિ અશોક પાઉં પ્રારંભિક અને સ્વાગત પ્રવચનમાં અન્ય દેશોની સરખામણીએ ભારત દેશ વર્તમાન સમયમાં પ્રગતિશીલ બનાવવા માટે નિષ્ઠાવાન નેતાઓની સૌથી વધુ જરૂર છે, ત્યારે જામનગરના પ્રતિનિધિ તરીકે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, હાસ્ય કલાકાર સાંઈરામદવે, ડો. પરમિંદરકુમાર, અગ્રણી લેન્ડ ડેવલપર અને બિલ્ડર મેરામણભાઈ પરમાર તથા રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ લાલ, મિતેશભાઈ લાલ તેમજ જલ્સા ગ્રુપના નિરજ દત્તાણી, વિપુલભાઈ કોટક, વિરલ રાચ્છ, નિલેશભાઈ ઉદાણી, મિહિર કાનાણી, નીતિન માડમ, દિનેશભાઈ મારફતિયા, જયેશભાઈ મારફતિયા, રાજુભાઈ મારફતિયા, બાદલભાઈ રાજાણી, નિકુ રાજાણી, હિતુલ કારીયા, દિપક પટેલ, અક્ષિત પોબારૂ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત જાણીતા આર.જે. આકાશે પોતાની આગવી શૈલીમાં જુદી-જુદી પેરોડીઓ કહી લોકોને જકડી રાખ્યા હતાં. ત્યારબાદ જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામદવે દ્વારા દેશને સાચા માર્ગે લઈ જાય તેવા ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી અને પોતાની આગવી શૈલીમાં લોકોને હાસ્ય પીરસ્યું હતું.

કાર્યક્રમના બીજા દોરમાં તારક મહેતા ફેઈમજાણીતા કવિ શૈલેષ લોઢા, કવિ અશોક ચારણ તથા કવિ નવિને લોકોને પોતાની આગવી કવિતાઓ દ્વારા જકડી રાખ્યા હતાં.

જલ્સા ગ્રુપ દ્વારા રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, તારક મહેતા ફેઈમશૈલેષ લોઢાને હાલારી પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતાં તેમજ હિન્દી-ગુજરાતી ફિલ્મના કલાકાર આર.જે. આકાશ, હિન્દી કવિ અશોક ચારન અને પાર્થ નવીનનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉપસ્થિત મહેમાન ડો. પરિમિન્દરકુમારનું મોેમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જલ્સા ગ્રુપ દ્વારા હેમલ કોટક, કેતન કોટક, ધ્યેય કોટક, વિપુલ કેટરર્સવાળા અતુલભાઈ, પરાગ વોરા, રણજીતભાઈ મારફતિયા, વિશાલભાઈ પંચમતિયા, રાહુલ મોદી અને ઉપસ્થિત મીડિયાકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh