Advertisement
Author: નોબત સમાચાર

સૂર્યવંશી ટ્રસ્ટના નેજા હેઠળ બસ્સો એકાવન પરિવારોએ જાહેર કર્યુ પૂનમબેન માડમને સમર્થન

જામનગર તા. ૬: જામનગર જિલ્લા સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના તા.૧૨-૩-૨૦૧૫ ના કરવામા આવેલ છે આ ટ્રસ્ટ છેલ્લા નવ વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં સમુહ લગ્ન, બહનોને રાહત દરે સિલાઈ મશીન, વિધાર્થી સન્માન સમારોહ, ધોરણ ૧૦ અને ૧૨ વિધાર્થીઓને માર્ગદર્શન અને પરીક્ષા કીટ વિતરણ કોમ્પિટિશન પરીક્ષાનું ફ્રી માર્ગદર્શન, બ્લડ કેમ્પ સર્વ રોગ, નિદાન કેમ્પ, આંખના કેમ્પ, ચિકનગુનીયા કેમ્પ, હોસ્પિટલના દર્દીઓને જરૂરી સાધનની સહાય, વિધાર્થીઓને રાહત દરે નોટબુક, મા અમૃતમ કાર્ડ કેમ્પ, આયુષ્માન કાર્ડના કેમ્પ, આધાર કાર્ડના કેમ્પ, કોરાનાકાળમા ફ્રી સેનીટાઝર વિતરણ, વિધવા અને નીરાધન બહેનો તેમજ જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ, અબોલ પશુ પંખીઓને લાડવા - ધાસ ચારો અને ચણ, જરૂરિયાતમંદ લોકોને રાશન, કોરોના વેકસીન કેમ્પ વિગેરે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ટ્રસ્ટ ના સ્થાપક પ્રમુખ સુભાષભાઈ બી. ગુજરાતી, વર્તમાન પ્રમુખ જયેશ એન. કંટારીયા તેમજ મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન એસ. ગુજરાતી ની અધ્યક્ષતામાં ટ્રસ્ટની જનરલ કારોબારીની મીટીંગ મળી હતી.જેમા ટ્રસ્ટીઓ, કારોબારી સભ્ય અને સભ્યો મિટિંગમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકમાં ટ્રસ્ટના નેજા હેઠળ ૨૫૧ જેટલા પરિવારોએ ૧૨- જામનગર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમને જાહેર સમર્થન આપ્યું છે, અને તેઓને આગામી લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેનો સર્વ સંમતિથી સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમ સ્થાપક  સુભાષભાઈ ગુજરાતી પ્રમુખ જયેશભાઈ એન કંટારિયાની એક યાદીમાં જાહેર કરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh