Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદની અનેક શાળાઓને ઉડાવી દેવાની ધમકીના ઈ-મેઈલ મળતા હડકંપઃ પોલીસ તથા એજન્સીઓ દોડી

વડાપ્રધાન મતદાન કરવાના છે, તે રાણીપ મતદાન મથકની સુરક્ષા વધારાઈ

અમદાવાદ તા. ૬: અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તથા એજન્સીઓ દોડી ગઈ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દિલ્હી ફેઈમ આ ધમકી રશિયન સર્વરમાંથી આવ્યાનું અનુમાન કરાયું હોવાનું જાણવા મળે છે.

અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. જેમાં અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકીંગ હાથ ધર્યુ છે. તેમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્કૂલોમાં સુરક્ષા વધારી દેવાઈ છે. વડાપ્રધાન મોદીના મતદાન સ્કૂલ મથકમાં તાત્કાલિક બંદોબસ્ત વધારી દેવાયો છે. આવતીકાલે વડાપ્રધાન મોદી રાણીપથી મતદાન કરશે.

અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઘાટલોડિયાની અમૃત સ્કૂલ, ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને ધમકી મળી છે. તેમાં ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકીંગ હાથ ધર્યુ છે. તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ સ્કૂલોમાં પહોંચી છે. હાલ ક્યાંયથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી, જેમાં શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે, બોમ્બ મળ્યાની ધમકી અફવા છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યાં છે. જેમાં એસપીજીની ટીમ નિશાન સ્કૂલમાં પહોંચી છે.

દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યાં છે. અગાઉ દિલ્હી અને નોઈડાની ઘણી સ્કૂલોમાં ધમકીભર્યા ઈમેઈલ મોકલવામાં આવ્યા હતાં, જેમાં આ સ્કૂલોમાં બોમ્બ મૂકવાના સમાચારે હડકંપ મચાવી દીધો હતો. જેમાં નોઈડાની ડીપીએસ સિવાય દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી સ્કૂલ અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈપ્રોફાઈલ સ્કૂલોનો સમાવેશ થયો હતો. જો કે, થોડીવાર પછી ગૃહમંત્રાલયે આ ધમકીને અફવા ગણાવી હતી. અગાઉ રાજધાનીની ઘણી સ્કૂલોને ધમકી ભર્યા મેલ મળ્યા હતાં. જેમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીઓ મળ્યા પછી તમામ સ્કૂલો અગમચેતીરૂપે બંધ કરી દેવાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh