Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાન્સપોર્ટરને પિતા-પુત્રએ ઝીંકી દીધા ફડાકાઃ
જામનગર તા. ૬: જામનગરના ખોડિયારકોલોની પાસે શનિવારે એક મહિલાને તેમના દેરાણી તથા બે ભાઈ સહિત ચાર વ્યક્તિએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે ગયા મંગળવારે હાલમાં મુંબઈના થાણામાં રહેતા ટ્રાન્સપોર્ટરને એક પિતા-પુત્રએ ફડાકા ઝીંકી ધમકી ઠપકારી હતી.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા વાછરા ડાડાના મંદિર પાસે રહેતા શિતલબા લખુભા જાડેજા નામના મહિલા શનિવારે સવારે ખોડિયારકોલોની પાસે હતા ત્યારે વિજયાબા સોઢા, રીંકુબા સોઢા, શિલાબા સોઢા, અજયસિંહ સોઢા, મહેન્દ્રસિંહ સોઢા ઉર્ફે લાલાએ બોલાચાલી કરી હતી.
શિતલબા જાડેજા તથા વિજયાબા સોેઢા સંબંધમાં દેરાણી-જેઠાણી થાય છે. દસેક દિવસ પહેલાં લગ્ન પ્રસંગના એક જમણવારમાં બંને વચ્ચે કોઈ બાબતે બોલવાનું થયું હતું. તે પછી વિજયાબા અને તેમના ભાઈ મહેન્દ્રસિંહ, અજયસિંહ તેમજ રીંકુબા અને શિલાબાએ તેનો ખાર રાખી ઝઘડો કર્યા પછી ગાળો ભાંડી હતી અને મહેન્દ્રસિંહ, અજયસિંહે મારી નાખવાની ધમકી આપી હતી.
મહારાષ્ટ્રના મુંબઈના થાણા (વેસ્ટ)માં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વસંતભાઈ અરજણભાઈ ભદ્રા નામના આસામી ગયા મંગળવારે જામનગરમાં યોજાયેલા એક પ્રસંગમાં ભાગ લેવા માટે આવ્યા હતા. તેઓ મંગળવારે બપોરે જોલી બંગલા પાસે એક હોટલ નજીક હતા ત્યારે ત્યાં ધસી આવેલા પાર્થ શેઠીયા તથા તેના પિતા ભૂપતભાઈ શેઠીયાએ તમે અમારા પરિચિત વચ્ચે કેમ આવો છો તેમ કહી ઝઘડો કર્યાે હતો. આ વેળાએ વસંતભાઈએ ક્યા પરિચિતની વાત કરો છો તેમ પૂછતા પિતા-પુત્રએ ગાળો ભાંડી ફડાકાવાળી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વસંતભાઈએ ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial