Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મોટર પાસે ઉભેલા બે વ્યક્તિ પણ હડફેટે ચઢી ગયાઃ
ખંભાળિયા તા. ૬: ખંભાળિયાથી દ્વારકા વચ્ચે આવેલા સુઈનેસ ગામના પાટીયાથી કુરંગા ચોકડીના પુલીયા વચ્ચે શનિવારે રાત્રે સાડા આઠેક વાગ્યે એક મોટરે અકસ્માત સર્જતા એક મહિલાનંુ મૃત્યુ નિપજ્યું છે. અન્ય બે વ્યક્તિ તથા એક મોટરના ચાલકને ગંભીર ઈજા થઈ છે. ટોલ પ્લાઝા પરથી ધસી આવેલી એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. રોડ પરથી ભેંસનું ટોળુ જતું હતું તેને તારવવા માટે મોટરને કાવો મરાતો અકસ્માત સર્જાયાનું જાણવા મળી રહ્યું છે.
ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા કુરંગા પાસે સુઈનેસ ગામના પાટિયા પાસેથી શનિવારે રાત્રે રોડ પર જીજે-૬-જેએમ ૩૭૫૪ નંબરની આઈ-૨૦ મોટર પસાર થઈ હતી. તેના ચાલકે બેદરકારીથી કાવો મારતા અન્ય બે વાહન સાથે તે મોટર ટકરાઈ પડી હતી.
ઉપરોક્ત મોટર રોડની સાઈડમાં ઉભેલી જીજે-૫-સીઈ ૧૫૧૩ નંબરની સ્વીફ્ટ મોટર સાથે ટકરાઈ હતી. આ વેળાએ ત્યાં ભાટીયાના રેલવે સ્ટેશન રોડ પર રહેતા રમેશભાઈ સામતભાઈ પાણખાણીયા, અંજનાબેન ભીખાભાઈ સહિતના ત્રણ વ્યક્તિ રોડ પર ઉભા હતા. તેઓને આઈ-૨૦ મોટરે ઠોકર મારી હતી અને તે પછી જીજે-૩૭-ટી ૫૧૫૪ નંબરની સાઈડમાં પડેલી ઈકો મોટર સાથે આઈ-૨૦ ટકરાઈ પડી હતી.
આ અકસ્માતમાં અંજનાબેનને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે બાકીના વ્યક્તિઓ સામાન્ય ઈજા પામ્યા હતા. અંજનાબેનને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તેમની સાથે રહેલા બે વ્યક્તિ અને ઈકોમાં બેસેલા તેના ચાલકને પણ ઈજા થઈ છે. આ અકસ્માતની રમેશભાઈ પાણખાણીયાએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતની જાણ થતાં નજીકમાં આવેલા ટોલ પ્લાઝા પર હાજર એમ્બ્યુલન્સ દોડી હતી. પોલીસ ટૂકડી પણ ધસી આવી હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જામનગર ખસેડવાની તજવીજ કરાઈ હતી. પોલીસે ૩૭૫૪ નંબરની આઈ-૨૦ મોટરના ચાલક સામે આઈપીસી તથા એમવી એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ અકસ્માતના સમયે રોડ પરથી ભેંસનું ટોળુ જઈ રહ્યું હતું તેને જોઈને ૩૭૫૪ નંબરની મોટર ચાલકે કાવો મારતા ઉપરોક્ત અકસ્માત સર્જાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial