Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાની સામાન્ય ચૂંટણીના મતદાન માટે હાલારના બન્ને જિલ્લામાં તંત્ર સજ્જઃ કલેક્ટર

જામનગર તા. ૬: ભારતમાં લોકશાહી તંત્રના મહાપર્વ સમાન લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં આવતીકાલે જામનગર લોકસભા બેઠક સહિત ગુજરાતની રપ બેઠકો પર મતદાન યોજાનાર છે. ૧ર-જામનગર લોકસભા બેઠકના મતદાન માટે આ બેઠક વિસ્તારમાં સમાવિષ્ટ હાલારના જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીના વડપણ હેઠળ જિલ્લા તંત્ર દ્વારા મતદાન માટે સંપૂર્ણ તૈયારી પૂર્ણતાના આરે છે.

લોકસભા ચૂંટણીના મતદાન અંગે તંત્રની વ્યવસ્થા અંગે વિગતો માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી બી.કે. પંડયાના જણાવ્યા પ્રમાણે વધુમાં વધુ મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ વિભાગ અને સરકારના સુરક્ષા વિભાગ દ્વારા છેક બુથ પર સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

હાલ ઉનાળાની સખત ગરમીને ધ્યાનમાં લઈને મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જ્યાં જ્યાં જરૂર પડશે તેવા તમામ બુથો પર સમિયાણો-છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત તમામ બુથ પર પેરા મેડિકલ સ્ટાફને હાજર રાખવામાં આવશે. પીવાના પાણી, ઓઆરએસની સુવિધા રાખવામાં આવશે. દિવ્યાંગોને અને સિનિયર સિટીઝન મતદારો માટે જ્યાં જરૂર પડશે ત્યાં વ્હીલચેર અને સહાયકની સુવિધા પણ આપવામાં આવશે.

મતદાન સમયે કોઈપણ મતદાન મથક પર કે આસપાસ કોઈપણ ગરબડ થાય, નિયમ/કાયદા વિરૂદ્ધ પ્રવૃત્તિ થાય અને તે અંગેની ફરિયાદ તંત્રના કન્ટ્રોલરૂમને મળશે તો તેના માત્ર પાંચ જ મિનિટમાં નિવારણ માટે તંત્ર દ્વારા કુલ ત્રીસ ક્વીઝ રીસ્પોન્સ ટીમને તૈનાત કરવામાં આવી છે.

હાલારની આ બેઠક માટે જામનગર જિલ્લામાં ૧ર,૧૭,૭૦૬ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬,૦૦,૧પ૮ મતદારો મળી કુલ ૧૮,૧૭,૮૬૪ મતદારો નોંધાયા છે. જે માટે કુલ ૧૮૮૧ મતદાન મકથોમાં મતદાન થઈ શકશે.

આ મતદાન મથકોમાં ૪પ૧ મતદાન મથકોને સંવેદનશીલ બુથ જાહેર કરાયા હોય ત્યાં વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ ઉપરાંત ચોક્કસ બુથમાં વેબ કાસ્ટીંગની વ્યવસ્થા સી.સી. કેમેરા સાથે કરવામાં આવી છે.

મતદારોને ઓળખ માટેના ૧૦ જેટલા કોઈપણ પુરાવામાંથી એક પુરાવો રજૂ કરી મતદાન કરી શકશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ છેલ્લા એકાદ મહિનાથી સમગ્ર હાલારમાં તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓના સહકારથી મતદાન જાગૃતિ અભિયાન અંગેની વિગતો આપી જણાવ્યું હતું કે, આવતીકાલે કોઈપણ જાતના ડર વગર લોકો મુક્તપણે વધુને વધુ મતદાન કરી લોકશાહી મહાપર્વને ઉજવે તેવી અપીલ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh